SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 1TS1 ૩ઃ આશાનીઓની અવદશા અને શાનીઓની દયા - 119 – ૪૯ નથી. ખામી પણ હોય. છબસ્થમાત્રમાં ખામી બેઠેલી છે. ખામી તમારામાં અને અમારામાં બેયમાં હોય, પરંતુ ખામી ખામીરૂપે પોષાવી ન જોઈએ. ખામી ખૂબી તરીકે ઓળખાવી ન જોઈએ. ખામી છૂપાવીને તેને સીધું કે આડકતરું પોષણ ન મળવું જોઈએ. નાલાયક લાયક ન બને ? આજનો ચોર કાલે શાહુકાર થાય કે નહિ ? આજનો દરિદ્ર કાલે શ્રીમંત થાય કે નહિ ? જે માસ્તર પાસે ભણ્યો હોય એ જ માસ્તરને સલાહ આપે એવો બુદ્ધિશાળી થાય કે નહિ ? આ બધું બને છે તો કાલનો ગુનેગાર આજે જૈન થવાને લાયક ન હોઈ શકે ? પચાસ વર્ષ કુદર્શનમાં ગયા હોય, શ્રી જિનેશ્વરદેવને ગાળો ભાંડવામાં ગયાં હોય પણ પછી પશ્ચાત્તાપ થાય અને એકાવનમા વર્ષે જૈન થવા આવે તો એ લાયક ખરો કે નહિ ? સભા: ભગવાને પણ એવાને દીક્ષા આપીને ? ભગવાને તો એવાની પણ લાયકાત જોઈને આપી. પણ આજના મૂર્ખાઓ નાલાયક અને લાયક કોને કહે છે તે સમજાતું નથી. “અયોગ્ય શિક્ષા, અયોગ્ય દિક્ષા'ની બૂમો પાડે છે પણ સમજાવતા નથી કે અયોગ્ય શાથી ? પચાસ વર્ષનો શાહુકાર એકાવનમે વર્ષે દેવાળિયો બને કે નહિ ? ભગવાનના હસ્તે દીક્ષિત થયેલા, અગિયાર અંગના પાઠી, પાંચસો શિષ્યના ગુરુ, પાંચસોને વૈરાગ્ય માર્ગે ઝિલાવનાર પણ પતિત થયા ને ? અરે નિનવ થયા ને ? માટે બગડેલા સુધરે એ પણ બને, ને સુધરેલા બગડે એ પણ બને. અમે કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિ જ્ઞાની કે કોઈ વિશિષ્ટ જ્ઞાની નથી કે ભવિષ્ય જાણી શકીએ ! અમે તો વર્તમાનનું તેનું વર્તન, ક્રિયા અને કોઈ ડાહ્યાને પૂછીગાછી તેની યોગ્યતા પરખીએ છીએ. આ રીતે બધી યોગ્યતા જોઈને આજે દીક્ષા આપીએ અને કાલે ભાગે તો એના જોખમદાર અમે નથી. એ દીક્ષા ન છોડે, સંયમ સાચવે અને સારો નીવડે એની કાળજી રાખવી, પણ તેમ છતાં ભાગે તો દોષ નથી. કોઈ શ્રીમંત કે ચક્રવર્તીને ત્યાં પણ જન્મેલું આજનું બાળક કાલે મરે છે કે નહિ ? પ્રયત્ન જિવાડવાના હોવા જોઈએ એ વાત ખરી. ભગવાનની આજ્ઞાથી ખેડૂતને દીક્ષા : ગૌતમસ્વામીએ ભગવાનની આજ્ઞાથી ખેડૂતને દીક્ષા દીધી. ખેડૂત ભગવાનને જોઈને ભાગી ગયો, તો પણ ભગવાને કહ્યું કે “એ પામી ગયો.” આજના જેવાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy