SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - – ત્યાં હોત તો ટીકા કર્યા વગર ન રહેત. ઇંદ્ર જરા હસ્યા અને બોલ્યા કે “ગૌતમ સ્વામી ! શિષ્ય તો સારો ગોતી લાવ્યા !' પણ ભગવાને કહ્યું કે “ઇંદ્ર ! હસવા જેવું નથી. કારણ કે એ તો પામી ગયો !” ભગવાને ગૌતમસ્વામીને એ ખેડૂતને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા આપી ત્યાં ગૌતમસ્વામીએ લેશ પણ વિચાર નથી કર્યો. બીજું કાંઈ પણ જોયા વિના ભગવાનની આજ્ઞા પ્રમાણ કરી, ત્યાં જઈ ઉપદેશ દીધો. હળ, બળદ ત્યાં જ છોડાવ્યાં, ઘર ઘરના ઠેકાણે રહ્યું અને ખેતરમાં જ ઓઘો આપ્યો. સભા : ભગવાને પોતે માતપિતા જીવતાં દીક્ષા ન લેવાનો અભિગ્રહ કર્યો અને બીજાને વગર ૨જાએ ઉપડાવ્યો ! શ્રી મલયગિરિજી મહારાજા કહે છે કે એ તો ત્રણ જ્ઞાનના ધણી હતા. એના વાદ બીજાથી ન થાય. એ તો ગર્ભમાં પણ માતૃભક્તિ ખાતર સંકોચાઈને રહ્યા હતા, તમે રહો ને ? સભા ગૌતમસ્વામીએ જે ખેતરમાં દીક્ષા આપી, ત્યાં તે ગામના સંઘની આજ્ઞા લીધી કે નહિ ? જૈનશાસનમાં એવી આજ્ઞાની જરૂર નથી. દીક્ષા ગામમાં, ખેતરમાં, અટવમાં બધે અપાય અને આપ્યા પછી ધાંધલ થશે તેમ લાગે તો ચારિત્રની રક્ષા માટે બીજે મોકલી પણ દેવાય. શાસ્ત્ર તો કહે છે કે સમય હોય તો મુહૂર્ત જરૂર જોવું પણ સમય ન હોય તો અને ઉત્સાહ વધી ગયો તો મુહૂર્ત જોવાની પણ જરૂર નથી. જૈન અજૈનમાં ભેદ શો ? ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તપ વગેરે ધ્યેય છે ને? એ ધ્યેય ખીલે તો જૈનશાસનનો ઉદય કે દબાય તો ? જૈન-અર્જનમાં ભેદ શો ? ચાંલ્લાથી, બંગલા મોટરોથી કે વૈભવી કપડાના ઠાઠથી જૈન કહેવાયો ? એવું તો બીજાઓને પણ હોય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને તે જૈન. ખાવા-પીવાના કે પહેરવા ઓઢવાના ઝઘડા કરવાની કે મન ફાવે તેમ બોલ બોલ કરવાની તો ભગવાનની આજ્ઞા નથી ને ? એ બધાના ત્યાગની ભગવાનની આજ્ઞા છે. હું તો માનું કે જેટલા જૈન એ બધા ત્યાગને ઇચ્છે. અહીં ટીકાકાર સુધા - તૃષાનાં દુઃખ વર્ણવીને હવે આગળ શું વર્ણન કરે છે તે હવે પછી – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy