SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ––– ૨ : ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 - - ૨૧ સુગુરુ-કુગુરુના સ્વરૂપને બરાબર સમજી “કુ'નો ત્યાગ કરી ‘સુનો સ્વીકાર કરવો પડે અને એમની પાસેથી દાન, શીલ, તપ અને ભાવરૂપ ઔષધને સાચા સ્વરૂપમાં સમજીને સ્વીકારવું જોઈએ અને એનું રોજ યથાશક્ય રીતે સેવન કરવું જ જોઈએ. જે દાન કરવાની પ્રવૃત્તિ પથ્ય છે તો ધન કમાવવાની પ્રવૃત્તિ કપથ્ય છે. શીલપાલન પથ્ય છે તો વિષયસેવન મોજ-મજાની પ્રવૃત્તિ કુપથ્ય છે. તપની આરાધના પષ્ય છે તો ખાવા-પીવાની પ્રવૃત્તિ કુપથ્ય છે, શુભ ભાવનાઓ, ધર્મની વિચારણાઓ પષ્ય છે તો દુષ્ટ ભાવનાઓ સંસારની વિચારમાળાઓ કુપથ્ય છે. એટલે એ વાત બરાબર તમારા ધ્યાનમાં રહેવી જ જોઈએ કે, દાન, શીલ, તપ અને ભાવ, એ ચારે પ્રકારના ધર્મને જ્ઞાનીઓ ઔષધ તરીકે સ્વીકારે છે. લાગી, વિષયભોગો, ખાવાની લાલસા અને અયોગ્ય વિચારો એ ચારેને કુપથ્ય માનેલા છે. સંસારરસિક આત્માઓ રોગી છે. તેને માટે પહેલાંના ચારે ઔષધ અને પછીનાં ચારે કુપથ્ય છે. ખાવાથી ભૂખ વધે છે, તપથી ભૂખ શમે છે : જ્ઞાનીઓએ ભૂખને દુઃખ માન્યું છે. ખાવાથી ક્ષણવાર ભૂખ મટી જાય છે. એ ભૂખ મટી ગયાના અનુભવને જ્ઞાનીઓ જુદી રીતે કહ્યું છે. ખાવું એને જ્ઞાનીઓ ભૂખ મટાડનાર નહિ પણ ભૂખ વધારનાર કહે છે. એટલા જ માટે છતી સામગ્રીએ તપસ્વી બનવાનો ઉપદેશ આપે છે. તપથી આહારની ઇચ્છાનો લોપ થશે એમ કહે છે. જેના પરિણામે આહાર વિના ટકી શકાય તે તપ. પહેલવાનને પણ એક દિવસ ખાવાનું ન મળે તો નિર્બળ બની જાય છે. ભોજન ન મળે તો મૂંઝવણ ન થાય, મળે તોય આનંદ ન થાય, તેમાં જરા પણ લીનતા ન થાય, તેનું નામ તપ. ભોજન એ ઔષધ કે તપ એ ઔષધ ? ભૂખરૂપી દુઃખ મટાડવાનું સાધન ભોજન કે તપ ? તેમાં પણ જો કેવળ ભોજનની ઇચ્છા હોત તો આજની જે બેકારી છે તે ન હોત. માત્ર ખોરાકની જ જરૂર હોત તો લોકો આટલા દુઃખી ન હોત. ખોરાક કરતાં તેની આજુબાજુનાં તોફાન મોટાં છે. એનું નામ જ રોગ છે. ભગવાને ભોગને રોગની જેમ ભોગવ્યા : શરીર છે ત્યાં સુધી પિંડ આહાર તો લેવો પડે પણ એ પિંડમાં બીજું ઘૂસે એટલી તપસ્વીપણામાં ખામી. જેમ બને તેમ ભોજનની લાલસા ઘટે, પ્રેમ ઓછો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy