________________
19
- ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧
૨૨૯
ભેજું ઠેકાણે રાખી દલીલો કરો !
અનુભવનું જ નાડું પકડી રાખવા માગતા હો તો પછી બધે જ પકડો. દુનિયાના વ્યવહારમાં પણ એમ જ વર્તો. દુનિયાના શિષ્ટ પુરુષોએ મનાઈ કરેલી ચીજોનો પણ અનુભવ કરો ને ? ઝેરનો અનુભવ કર્યા વિના ઝેર શું કામ તજો છો ? પૈસે પૈસે રૂપિયો આવે તોય લેવાય, પાઈએ પાઈએ આવે તોય લેવાય અને એક સામટો દલ્લો મળી જાય તોય લેવાય ને ? સામટો આવે તેણે પણ પાઈએ પાઈએ જ લેવો એવો કાયદો હોઈ શકે ? સામટી સોનામહોરો મળે કે, હજારની થેલી સીધી મળી જાય તો ન લ્યો ? શક્તિ ન હોય તો ભલે પૈસે પૈસે ભેગું કરો તેની ના નથી. વ્યવહાર પણ પાઈના માલિક થયા વિના રૂપિયાના માલિક ન થવાય એવો કાયદો માન્ય રાખતો નથી, તો શાસ્ત્રકારો રાખે ? દુનિયામાં અનેક પ્રકારના બનાવો બને છે. વેપારીમાં પણ કંક એવા પણ છે કે, જે ચાર દિવસમાં જ લક્ષાધિપતિ બની ગયા હોય અને બીજા અનેક એવા છે કે જે વર્ષો સુધી મહેનત કરે છતાં ભિખારીના ભિખારી જ રહે. અહીં પણ પૂર્વના અભ્યાસથી, આરાધનાથી, સંસ્કારથી એવા પણ આત્માઓ છે કે જે વાતવાતમાં સારું પામે. પાંચ ગાથા ન ભણી શકે તે ભલે ચાર ગોખે પણ સો ગોખી શકનારો પણ ચાર જ ગોખે એવો કાયદો હોય? માટે દલીલો કરતાં પહેલાં ભેજું ઠેકાણે રાખો. વિષયને અનુસરતું પૂછો !
જે બોલવું હોય તે અહીં બોલજો. બહાર જઈને વાટતા નહિ. અહીં બોલવાની છૂટ છે. ન બોલો તો મને તમારા રોગની ખબર પણ શી પડે ? ચિકિત્સક નાડી હાથમાં લઈને પૂછે ત્યારે જે થતું હોય તે બધું બોલી નાંખો છો, કાંઈ છૂપાવતા નથી, તો અહીં પણ એમ કરો તો કાંઈ વાંધો નથી. અહીં કોઈ તમને દબાવી દેતું હોત તો વાત જુદી હતી. અહીં તો પાછળ બેઠેલો આગળ આવી પૂછી શકે છે, ઊભો થઈને પણ પૂછી શકે છે. ગમે તે રીતે પૂછવાની છૂટ છે, પણ સીધું બોલતાં શીખો. વિષયને અનુસરતી વાત પૂછો. કેવળ ગોળા ન ગબડાવો. જૈન શાસનમાં બાંધી મારવાનો કાયદો નથી. શાસ્ત્રકાર તો બતાવે કે, આ માલ છે, રુચે તો લે; નહિ તો બળાત્કાર નથી. બળાત્કારે પણ હિતકર વસ્તુ વાલીયે, પણ બળાત્કાર સહે તેવો જોઈએ ને?માબાપ ગુણ પેદા કરવા દીકરાને ધોલ પણ મારે પણ એ પોતાના દીકરાને, પાડોશીના દીકરાને નહિ, કેમ કે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org