SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - - 17% પહેલા ખેતર ખેડી ઘાસ વગેરે બધો કચરો તિક્ષ્ણ હળ ફેરવીને સાફ કરે છે. રહી ગયેલો કચરો ઉખેડવા નોકર રાખી દૂર ફેંકાવે છે. એવું જો ન કરે ને દવ લાગે તો કચરો સળગે ને ભેગો તૈયાર થયેલો પાક પણ સળગી જાય. અભણ ખેડૂતમાં પણ આટલી સમજ છે. તમે તો બધા ગ્રેજ્યુએટ, પદવીધારી, શ્રીમાનું અને શેઠસાહેબ તરીકે દુનિયામાં ઓળખાતા આટલું ન સમજો ? જ્ઞાની કહે છે કે ધાડ આવે ત્યારે પૂંઠ બતાવનારા વીરોથી જો દુનિયાની રક્ષા થતી હોત તો દુશ્મન સામે સામી છાતીએ ઊભા રહેનારા વીરની કોઈ શોધ કરવા ન જાત. ખરાબ વસ્તુનો પ્રચાર થતો હોય ત્યારે સત્ય વસ્તુનો વિશેષ પ્રચાર કરાય કે એને ઢંકાય? સભા સામા પૂરે તરાય ? સામા પૂરે તરવા માટે જ જેનશાસન છે. દુનિયા સંસાર ભણી ધસી રહી છે. જૈનોએ સામા પૂરે તરી સંસાર પાર કરવાનો છે. નીતિ ધર્મને અનુકૂળ હોય તે જ માન્ય : સભા: પણ નીતિકાર સામા પૂરે જવાની ના કહે છે. આપણે કહી ગયા કે નીતિ પણ તેટલે અંશે જ માન્ય છે કે જ્યાં સુધી તે ધર્મને અનુકૂળ હોય. “શઠં પ્રતિ શાઠ્ય કુર્યાતું' - એ નીતિ, ધર્મને માન્ય નથી. અસત્યનો પડદો ચીરવા માટે પાસે શસ્ત્ર હોય તો પછી કોની રાહ જોવાની ? ખીસ્સામાં બેટરી હોય, અમાસની અંધારી રાત હોય, માર્ગ સૂઝતો ન હોય, તે વખતે બેટરીનો ઉપયોગ ન કરે એ ગમાર કહેવાય. શેરીની લાઈટનું બટન તો દૂર હોય. આ તો ખીસ્સામાં જ બટન છે. બેટરી બહાર કાઢી બટન દબાવે. લાઇટ થાય તો બે જણ પાસે પણ આવે, બેના ચાર થાય અને એમ ભેગા થઈ સૌ ઘેર પહોંચે. નવી પેઢી માંડો ત્યાં ગ્રાહક પહેલેથી જ નથી બંધાઈ જતા. પેઢી ખોલો, ગાદી પર બેસો, નીતિથી માલ વેચો, ગ્રાહક તમને ઓળખતો થાય, જરા વિશ્વાસ રાખો, થોડું થોડું ધીરો અને ગ્રાહકને વિશ્વાસ બંધાય, ફાયદો દેખાય તો બીજેથી છોડીને તમારે ત્યાં આવે. પણ, આ બધું કરવું તો પડે ને ? ગ્રાહકો ક્યાં આવવાના છે ? એમ માની બેસી જાઓ તો વેપાર ન થાય. ગાળોની પરવા કર્યા વિના સાચું સમજાવવું છે? કેટલાક કહે છે કે, “આજે લોકો મોજશોખમાં પડી ગયા છે. એ તમારી ત્યાગની વાતો સાંભળવાના નથી તો શું કામ નકામું ગળું ખેંચો છો ?” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy