________________
૨૧૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
– 192
નિમ્યા. એ ત્યાગી પણ એવા કે જેને બધાનો ત્યાગ, સાવદ્ય ક્રિયા કરવાકરાવવાની તો નહિ પરંતુ અનુમોદનાનો પણ ત્યાગ. ભગવાન પણ પચ્ચખાણ કરે છે ?
તીર્થ સ્થાપતાં પહેલાં શ્રી જિનેશ્વરદેવે પણ બધું તર્યું. જીવનભર મન વચન કાયાથી પાપ ન કરવાં, ન કરાવવાં, ન અનુમોદવાનું પચ્ચખાણ લીધું. એ તો બળવાન હતા છતાં એમણે પણ પચ્ચખાણ લીધું ને ? આજે તો કહે છે કે નિયમ તો નબળા કરે, બળવાનને નિયમના બંધન શા ? શ્રી ઋષભદેવ ભગવાને પૂર્વાવસ્થામાં રાજકારભાર કર્યો. એમને સંયમ લીધા પછી બાર મહિના સુધી આહાર પાણી ન મળ્યાં, એનું કારણ શું ? લોકો દાતાર ન હતા ? દાતાર તો હતા પણ ભગવાનને દેવાય શું, એ જાણતા નહોતા. પ્રભુ આવે ત્યારે હીરા, માણેક, પન્ના, સ્ત્રીઓ એ બધું ધરતા પણ ભગવાન એ કાંઈ લીધા વિના ચાલ્યા જતા, એટલે એ દુ:ખી થતા. પોતાની ભક્તિમાં ખામી હશે એમ માની બળાપો કરતા, પણ પ્રભુએ એમને કાંઈ કહ્યું ? કેમ ન કહ્યું ? કારણ સર્વ સાવદ્ય યોગનાં પચ્ચખ્ખાણ છે. પ્રભુની સાથે દીક્ષા લેનારા ચારે હજાર ગયા છતાં ભગવાન કાંઈ ન બોલ્યા. ભગવાને આહાર પાણીની વિધિ કેમ ન કહી ?
સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ ન થાય ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સંપૂર્ણ ન પળાય, તીર્થ પણ ન સ્થપાય અને શાસન પણ ન ચલાવાય.
સભા : ભગવાને આહારપાણીની વિધિ કેમ ન જ્હી ?
- કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવો ધર્મોપદેશ આપતા નથી. પોતાને ધર્મ સ્થાપવો છે માટે પ્રભુ છબસ્થાવસ્થામાં દેશના ન દે. છબસ્થાવસ્થા અને કેવલી અવસ્થામાં ફરક છે. બીજી વાત, પેલા તો યુગલિયા હતા, કશું જાણતા ન હતા, એમને તો ખુલ્લું સમજાવવું પડે.
સભા : એ સ્થિતિ તો કેવળજ્ઞાન થયા પછી પણ ખરી ને ?
તીર્થ સ્થપાય ત્યારે જનતામાં એ યોગ્યતા આવી જાય છે. તીર્થ ભગવાને સ્થાપ્યું પણ દાન દેવાની વિધિ તો શ્રેયાંસકુમારે બતાવી ને ? પછી સ્વરૂપ ભગવાને કહ્યું, પણ બતાવી શ્રેયાંસકુમારે. તીર્થ સ્થાપતાં પહેલાં બધાં કારણ આવી જ મળે છે. પ્રભુમાર્ગનું સર્વથા પાલન સર્વથા ત્યાગીવર્ગ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org