SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 191 – ૧૪ઃ જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ : ૧૩૦ – ૨૧૩ મરી જાય અને કોઈને ઇરાદાપૂર્વક મારીએ, એ બેમાં ફરક છે. મરી જાય એ અજ્ઞાનથી, પ્રમાદથી કે બેદરકારીથી. પ્રમાદ પણ બેદરકારીથી આવે છે. પગ નીચે જંતુ આવી જાય, મરી જાય, ત્યાં અરેકારો થાય, અરેરાટી પેદા થાય એ સ્થિતિ જુદી પણ ઇરાદાપૂર્વક હણીએ ત્યાં વાત જુદી. નાનું પણ પાપ ઇરાદાપૂર્વક થાય ત્યાં પરિણામની ભયંકર તીવ્રતા થાય છે. અનેક દુષ્ટ વિચારોથી પરિણામ અત્યંત કલુષિત થાય ત્યારે એક પ્રાણીને મરાય. એક મનુષ્યનો ઇરાદા પૂર્વક ઘાત ત્યારે જ થાય. જીવોની કરેલી હિંસા આત્મા માટે ઘણી ભયંકર છે. સૌ સૌની જાત માટે આ વાત છે, બાકી સંસારમાં પરસ્પર કતલ તો ચાલુ જ છે. બળવાન નબળા પર પ્રહારો કરી જ રહ્યા છે. હિંસાની ક્રિયાથી જો પોતે બચે તો પોતાના તરફથી બીજાને થતી હાનિ તથા એના યોગે બીજાના તરફથી પોતાને થનારી હાનિને અટકાવી, પરિણામે એ આત્મા એવા સ્થાને પહોંચે છે કે જ્યાં આ ધમાચકડી જ ન હોય. આ બધી વાત સૂત્રકાર ધૂનન માટે કહે છે. ધૂનન કરાવતાં પહેલાં સંસારનું સ્વરૂપ બતાવ્યું પણ સંસારથી જેને છૂટવું જ ન ગમે તેને આ વાતની અસર ન થાય. જે દરદીને પથારીમાં જ પડી રહેવું હોય તે દવા ન પીએ. પરાણે પાવા જાઓ તો નવાજૂની કર્યા વિના ન રહે. સંસારનું દિગ્દર્શન કરાવવાનો હેતુ ધૂનનની ક્રિયાની નિકટમાં લાવવાનો છે. સંસાર દુઃખથી ભરેલો છે, એકે ગતિમાં સુખ નથી એ નક્કી થાય તો ધૂનનનું કામ ચાલે. શાસનનું સંચાલન ત્યાગીને સોંપ્યું? સંસારમાં આસક્ત પ્રાણી નાશવંત શરીર માટે એવી કરણી કરે છે, એટલાં પાપ કરે છે કે જેનો સુમાર નથી. શરીર નાશવંત છે તેવું બધા જાણે છે છતાં એના માટે હિંસા કરવામાં, જુઠું બોલવામાં, ચોરી કરવામાં, અબ્રહ્મ સેવવામાં, પરિગ્રહના રસિયા બનવામાં, મોટાઈમાં, ક્રોધાદિમાં કોઈ કમી રાખતા નથી. એ દુર્ગુણોથી ટેવાઈ ગયેલો આત્મા ધર્મસ્થાનમાં પણ એ દુર્ગુણોને તજી શકતો નથી. ત્યાં પણ એની છાયા એ સાથે લાવે છે. જ્યાં દુર્ગુણ તજવાના ત્યાં પણ એ સાથે. પરિણામે પોતે ધર્મ આરાધી શકતો નથી અને સહવાસીને પણ ધર્મ આરાધવો કઠિન થાય છે. દોષોની માત્રા વધેલી હોય ત્યાં ધર્મની છાયા પડે કઈ રીતે ? માટે તો સંઘના આગેવાન તરીકે, શાસનના સંચાલક તરીકે કેવળ ત્યાગીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy