________________
1925
- ૧૪ : જાણયા વિના બોલવાનો અધિકાર નહિ : ૧૩૦ -
૨૦૧૭
નોકરોને પૂછો કે વાસણ ઉજાળવામાં ઢેખાળામાં હાથ નાખવો પડે ? હાથ ન નાખે તો ચળકાટ આવે ? ઇચ્છાનિરોધ આવ્યા વિના કાંઈ કરું જ નહિ, એની મેળે ઇચ્છા શમે ત્યારે વાત ! એમ નક્કી કરો તો સાધ્ય કદી સધાય ? મોતીના દાણા જેવા અક્ષર પહેલેથી જ આવે કે ઘણા અભ્યાસ પછી ? એકડો વાંકો ઘૂંટવો એ અવિધિ છે છતાં શરુમાં વાંકો ઘૂંટાય ત્યાં સ્લેટ છીનવી લેવાય ? શાસ્ત્ર નિષેધ કરેલી અવિધિ ઇરાદાપૂર્વક કરાય ત્યાં વિરોધ થાય પણ ગીતાર્થે માન્ય કરેલી, શાસ્ત્ર નહિ અવગણેલી અવિધિ થતી હોય તો તે અવિધિ નથી. તમે તમારી રીતે અયોગ્યતા માપો છો તે ખોટી છે. કષાયો ક્યારે જાય ?
કોઈ ત્યાગી થવા જાય ત્યારે આજે કહે છે કે “ત્યાગી થવા નીકળ્યા પણ કષાય તો ગયા નથી, ગુસ્સાનો તો પાર નથી!” એમ બોલનારાને ક્યાં ખબર છે કે ગુસ્સો ક્યારે જાય ? સર્વવિરતિ જોગી ક્ષમા દેશવિરતિમાં આવે ? બારે કષાયનો ક્ષય કે ક્ષયોપશમ તો સર્વવિરતિપણામાં આવે, પહેલાં તો કષાયો હોય. પહેલાં કષાયો જાય શી રીતે ? જે ધોરણમાં ભણવા જવું હોય તેનું જ્ઞાન પહેલાં આવે કે જઈને ભણ્યા પછી આવે ? આ તો કહે છે કે જે ધોરણમાં ભણવા જેવું હોય તેનું જ્ઞાન પહેલાં જોઈએ. ઠરાવ કરો કે છોકરાને બે ચોપડીનું જ્ઞાન થાય પછી જ પહેલી બીજી ભણવા મોકલવો. આવો કાયદો કોઈ કરે ખરા ? ત્યાં દિક્ષા લેનાર માટે બોલે કે “હજી કપડાનો મોહ તો ગયો નથી!” પણ ત્યારે ગૃહસ્થ ઉઘાડા ફરે ? સંસારમાં રહે ત્યાં સુધી કપડાં તો પહેરવાં પડે ને ? માથે પાઘડી પહેરી હોય ત્યાં સુધી તમારે બધાની શરમ રાખવી પડે. પાઘડી કાઢો તો અહીં આવીને માટે બેસાય. પણ પાટે બેસીને પછી પાઘડી કાઢવાની વાત કરો તો પાટે કોણ બેસવા દે? જ્યાં હો ત્યાંનું ઔચિત્ય સેવ્યા વિના છૂટકો થતો નથી. મુનિ માથાના વાળ જેમ તેમ ઊડતા રાખીને જતા હોય તો કોઈ ન કહે, તમે જાઓ તો ? ભલે રૂપરંગની લપ્પન-છપ્પન તમે ન કરો પણ વાળ તો વ્યવસ્થિત રાખો ને ? જેમ તેમ ઊડતા તો ન રાખો ને ? ડહાપણ ડહોળવું રહેવા દો :
જે ક્લાસમાં જવાનું હોય એનું જ્ઞાન ઘેર થયા પછી પણ એ જ ક્લાસમાં ભણવા બેસે, એવો બેવકૂફ કોણ હોય ? એક વરસમાં ત્રણ ચોપડી જાણે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org