________________
1945 - ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧- ૨૩૭
સભા : આ કાળમાં વૈરાગ્ય કેટલા પ્રકારના ? દરેક કાળમાં વૈરાગ્ય ઘણા પ્રકારના. જ્ઞાનગર્ભિત, દુઃખગર્ભિત, મોહગર્ભિત વગેરે. જ્ઞાનગર્ભિત કોને કહે ? દુઃખ બધે હોય કે નહિ ? વગેરે બધું પહેલાં સમજાવાયું છે, વળી પ્રસંગે કહેવાશે. અહીં તો વાત એ છે કે શાળા કાઢવાની વાત બાળક માટે જ કેમ ? વિષયાંધ યુવાનો અને વિષયમાં જ ખલાસ થયેલા વૃદ્ધો માટે નહિ અને જેને વિષયની ખબર જ નથી એવા બાળક માટે ખરી, એનું કારણ શું? માબાપ ખવરાવે તેમ ખાય, પીવરાવે તે પીએ, ઉઠાડે તેમ ઊઠે, જેમ કહે તેમ કરે, એવા બાળક માટે શાળા ખોલવાની વાત કરનારા, જેનો કોઈ ધણી જ નહિ, જેમને કશી મર્યાદા જ નહિ, એમના માટે કેમ કશું વિચારતા નથી ? ગમે ત્યારે ભટકીને ઘેર આવનારાઓને વૈરાગ્ય થવા માટે કોઈ શાળાની જરૂર નથી ? એવાઓ પાછા બાળકના વૈરાગ્યની પરીક્ષા કરે ? જ્યાં ત્યાં આંખો ફેરવ્યા કરે એને પેઢી પર બેસાડાય ? કરો કાયદો અને કાઢો સંઘની શાળા કે જ્યાં બધા ફરજિયાત ભણે, ન્યાયસંપન્ન વિભવનો ગુણ કેળવે, નીતિ ચૂકે નહિ તેવું શિક્ષણ લે અને તેનું પ્રમાણપત્ર મેળવે એવાને જ પેઢીએ બેસાડવો, અને નોકર તરીકે પેઢીમાં રાખવો. જેમની નજરોનાં ઠેકાણાં નહિ, જેમને ભક્ષ્યાભણ્યનું ભાન નહિ, એવાઓ બાળક માટે વૈરાગ્યની શાળા ખોલવાની વાતો કરે, તેમને શું કહેવું? દીક્ષા યોગ્યને જ આપીએ :
બાળક તો ગ્રામોફોનની ચાવી જેવો છે. એને જેમ ફેરવો તેમ ફરે, જેમ બોલાવો તેમ બોલે, ચલાવો તેમ ચાલે. એને પૂછો કે તું કેવો ? તો કહેશે કે જ્યાં લઈ જાઓ ત્યાં આવું એવો. એનામાં અયોગ્યતા દેખાય ત્યાં તો અમે પણ દીક્ષા ન આપીએ પણ એની જાહેરાત ન કરીએ. જ્યાં તોફાન થવાનાં હતાં ત્યાં લાયકાત દેખી તો આપી અને જેનાં માબાપ આપવા આવ્યાં એવા કંઈકને ના પાડી. જે વસ્તુ જે સ્વરૂપે હોય તેને તે સ્વરૂપે છણાવટ કરીએ તો મજા આવે. જેને વૈરાગ્ય થયો એને તો વેષનું પરિવર્તન અને ઉત્તમ સંયોગો મળે એવું સ્થાન એ જ એના વૈરાગ્યને પ્રબળ બનાવનારાં પુષ્ટ સાધનો છે. એને વળી સંસારમાં લઈ જવાનો હોય? ત્યાં તો એના વૈરાગ્યને લૂંટનારા ચારે તરફ ફર્યા જ કરે છે. વ્યવહારમાં પણ દાગીના પહેરાવેલા બાળકને રમવા ન મોકલાય કેમ કે એ તો કોઈ પતાસું બતાવે ત્યાં ભોળવાઈ જાય, લૂંટાયા વગર રહે નહિ. બાળક તો કમળો છોડ છે, એને જેમ વાળો તેમ વળે. એને જે રંગ લગાડો તે લાગે અને મરતાં સુધી તે ન ભૂંસાય. તીવ્ર કર્મોદય જાગે તો વાત જુદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org