________________
૩૦
–––
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -
- - 175
સર્વજ્ઞની ખાતરી થયા પછી યુક્તિ તો કોઈ દિવસ કરી જ નથી. તત્ત્વ જો યુક્તિથી જ પમાતું હોત તો સર્વજ્ઞની નિશ્રા કોઈ સ્વીકારત જ નહિ. અનુભવ વગર વસ્તુતત્ત્વ પમાય નહિ. અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીની નિશ્રાએ ચાલવું જ પડે. આજે તો અભિમાન રહી ગયું અને સાચી પંડિતાઈ વહી ગઈ. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને રૂઢિ કહેનારા પોતે રોજ જે એકનાં એક કાર્યો કર્યા કરે છે તે રૂઢિ નથી ? રોજ એનું એ જ ઘર, એની એ જ પથારી, એકની એક પેઢી, એ જ રોટલીના ડૂચા અને એની એ જ પાઘડી, આ બધી રૂઢિ નથી તો શું છે? પોષક વસ્તુ તો રોજ જોઈએ. રોટલી રોજ અને મિષ્ટાન્ન ક્યારેક વારે તહેવારે.
અંતરના અવાજને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સ્થાન નથી. અંતર ગમે તે કહે પણ શાસ્ત્ર ના કહે તો એ છોડી દેવાનું. અને એમ કરે એ જ પ્રભુમાર્ગનો સાચો અનુયાયી કહેવાય. “શ્રી જિનેશ્વરોએ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું', એ જેમ આપણે માનવાનું તેમ ગણધરદેવોએ પણ માનવાનું. સંયમમાં, ઉત્તમતામાં ગમે તેટલી તરતમતા હોય પણ ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ, તેમાં ભિન્નતા ન ચાલે. પાડા અને આખલા ન થવું :
બીજાં જાનવરો એવાં છે કે એ કિનારે ઊભાં ઊભાં પાણી પીને જાય પણ બે જાનવર જુદી જાતનાં છે. એક પાડો અને બીજો આખલો. એ એવા છે કે પોતે ચોખ્ખું પાણી પીવે નહિ અને સાથેનાને પીવા દે નહિ, એટલું જ નહિ પણ કલાક બે કલાક સુધી બીજા માટે પણ પાણી પીવા જોણું રાખે નહિ. મનિપણાની મર્યાદા ઉલ્લંઘન કરનારને શાસ્ત્ર પાડાની ઉપમા આપી છે અને તેમને ટેકો આપનાર શ્રાવકોને આખલા જેવા કહ્યા છે. એ બન્ને શ્રી જિનશાસન રૂપી સરોવરને ડહોળે છે. આપણે આપણાથી કોઈનો અપકાર ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. ચારિત્ર પાળનારને વગર કારણે વિખકર્તા થઈએ તો આપણે તે ઉપમામાં ગોઠવાઈ જઈશું. અમે પામ્યા ઓઘો અને તમે પામ્યા તિલક. એ બેને કલંકિત ન કરીએ, માર્ગથી ચૂકી ન જઈએ, કોઈને વિનરૂપ ન બની જઈએ તો આપણે સંઘ, નહિ તો હાડકાંનો ઢગલો. આ વિષયમાં ગ્રંથકાર આગળ શું ફરમાવવાના છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org