________________
1767
8 - આગમનો અરીસો
-
Jain Education International
૧૨૦
પૌદ્ગલિક અભિલાષાએ ધર્મ ન કરો :
વાસુદેવો પૂર્વકાળના ઘોર સંયમીઓ હતા છતાં નરકમાં કેમ ગયા ? સંયમ પાસે દુનિયાની સાહ્યબી માગી તેથી. એ ધર્મો એવી સત્તા આપી કે જીવ્યા ત્યાં સુધી એની આંખના પોપચા સામે પણ કોઈ ન ટકે, પણ એ જીવ્યા ત્યાં સુધી જ, મર્યા એટલે ન૨ક તૈયા૨. ધર્મ કહે છે કે જાઓ, લાંચ આપતા નહિ. નહિ માગો તો મોક્ષ નહિ મળે ત્યાં સુધી દુઃખી નહિ થાઓ. એ ગેરંટી છે. માગ્યું તો પાસે નહિ રહે અને રહેશે તે પચાવી નહિ શકો. વૈઘ પરગામ હોય ને માત્રા ખાવી, એ મરવાની નિશાની છે, કારણ કે ખાવાના રસિયા ભૂલ કર્યા વિના રહે જ નહિ. ધર્મ સાથે હોય તો મળેલું મુંઝવે નહિ. પૌદ્ગલિક અભિલાષાએ કરેલો ધર્મ, એ ધર્મ નથી પણ પાપ છે. એ પાપમાંથી ન બચો ત્યાં સુધી ધર્મને લાયક થવાના નથી. એ જ પાપે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અશ્રદ્ધાળુ બનાવ્યા છે. દેવ, ગુરુ પાસે ઐહિક કામ કરાવવાની કામના એ જ અશ્રદ્ધા છે. એના જેવી દુર્દશા દુનિયામાં એક નથી. જ્યાં સંયમની ખબર પૂછવાની ત્યાં દુન્યવી રોદણાં શા રડવાનાં ? દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે દિવસે દિવસે અશ્રદ્ધા વધતી જાય છે તેનું કારણ
આ મહાપાપ ઘૂસ્યું છે એ જ છે. દુનિયાની કોઈ કાર્યવાહી માટે એ સર્જાયેલા નથી એ નક્કી વાત છે. એમાંથી જ દુન્યવી કાર્યવાહીનું સર્જન છે એ સાચું પણ તેમ છતાં એના માટે એ નથી. દેવ, ગુરુ, ધર્મને જેટલાએ દુનિયાના પદાર્થોના સાધનભૂત બનાવ્યા છે તેટલા મહાનાસ્તિક છે.
૫૯
ભાવદયામાં દ્રવ્યદયા નિયમા ઃ
દ્રવ્યદયાનું સ્વરૂપ બતાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા ફ૨માવે છે કે - “દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ.”
દુઃખીને જોઈને દયા આવે ત્યારે એનું તત્ક્ષણ સાધન દઈને ખસી જવું. એ દુઃખી કેમ થયો ? અઢારે પાપસ્થાનકમાંથી એક, બે, ત્રણ યાવત્ અઢારે સેવ્યાં એથી. મારે એનું તત્ક્ષણ દુઃખ ટાળવા માટે દેવું જોઈએ. ભાવદયા ધર્મહીણાની છે. આમાં ભાવદયા ચિંતવનારે દ્રવ્યદયા ચીંતવી કે નહિ ? ભાવદયામાં દ્રવ્યદયા નિયમા છે. દ્રવ્યદયામાં ભાવદયાની ભજના છે. ભજના એટલે વિકલ્પ. હોય ખરું અને ન પણ હોય. ભાવમાં દ્રવ્ય છે જ, દ્રવ્યમાં ભાવ ન પણ હોય. અધર્મીને
For Private & Personal Use Only
www.jainelibrary.org