________________
૫૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
–
17s
સાચું સ્વરૂપ બતાવવા માટે આરસીસમું આ આગમ છે. એ આરસીને ધરનારા અમારા ગુરુઓ છે. આ આરસી ઉપર ધૂળ ભભરાવનારા અમારા માટે કુગુરુ છે. એ આરસી પર કાટ ચડવા દે તેને ગુરુ બનવાનો અધિકાર નથી. આરસી ઉપર ઘા કરનારને પડકાર ન કરે તે વેષવિડંબક છે. હું કેવો છું એની ખાત્રી માટે આગમમાં જોવાનું છે ! આગમ એ અરીસો છે. બજારની આબરૂ વહાલી હોય તે સ્નાન કર્યા પછી, વસ્ત્રાલંકાર પહેર્યા પછી આરસીમાં જુએ છે. પોઝીશન સાચવવા માટે વેપારી અરીસામાં જોયા વિના બહાર નીકળતો નથી. આ આગમ અરીસો શાશ્વત છે. ત્રિકાળાબાધિત છે. વીસમી સદીના વિદ્વાનોથી અસ્પૃશ્ય છે. એને સ્પર્શ કરવાની એમનામાં લાયકાત નથી. મોઢા ઉપર ડાઘ દેખાય તેથી આરસી ઉપર પત્થર મારનારની લાયકાત શી ? અજ્ઞાન પક્ષીઓ સામે આરસી મૂકો તો એ ચાંચ પીટી પીટીને લોહીલુહાણ થઈ જાય, મરી પણ જાય. અરીસો જે બતાવે છે તે હું છું, એ સમજ અજ્ઞાન પક્ષીમાં નથી. તેમ આગમરૂપી અરીસો વર્તમાનના વિદ્વાનોની પોલ ખોલે છે, તેથી તેઓ અજ્ઞાન પક્ષીની જેમ ચીડાઈને તેની સામે પત્થર મારે છે. આ અવસ્થામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ માટે તે વિષે વિચાર કર્યા વિના ચાલે તેમ નથી. મોટાની સેવા નિષ્ફળ જતી નથી :
દુનિયાની આબાદી માટે આ શાસન નથી. જોકે એનામાં એ ગુણ છે કે, એનાથી બધીયે આબાદી મળે છે; પણ એ માગવા માટેનું આ સ્થાન નથી. મોટા માણસ પાસે સીફારસ કરવા કોઈ દિવસ જતા નહિ. પ્રામાણિક અધિકારી પાસે લાંચ રૂશ્વત કરવા ક્યારે ય ન જવું. જ્યારે મળે ને પૂછે કે કાંઈ કામ ? તો મહેરબાની', એટલું જ કહેજો. ભક્તિ, સેવા અને સલામી કરવી અને કામ પૂછે ત્યારે “મહેરબાની', એટલું જ કહેતા રહેશો તો તમારી આપત્તિના સમાચાર તેના કાને આવતાં વગર કહ્યું તે ટાળશે. મોટાની સેવા કદી નિષ્ફળ જવાની નથી, મોટા જો સાચા મોટા હશે તો ! ધર્મ પાસે પણ એ જ મંગાય કે તારા પ્રભાવે મોક્ષ મળજો. મોક્ષ ન મળે ત્યાં સુધી વગર કહ્યું જે જોઈશે તે લાવીને મૂકશે. માગ્યું તો એ દઈને ચાલ્યો જશે. કલ્પતરુ છે માટે એ આપે તો ખરો, પણ આપીને ચાલ્યો જાય. જે આપ્યું તે પચાવવાની શક્તિ રહે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org