________________
1905
૧૭ઃ સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩ ——–
૨૫૭
માટે આ દશા હોય અર્થાત્ એ કરણી ન કરે તો કહેવાય કે સમ્યક્ત નથી. એમ કહે કે દેરે જવાની ભાવના તો ઘણી છે પણ દેરું સો ડગલાં દૂર છે એટલે લાચાર ! આમ કહેનારો બજાર હજાર ડગલાં દૂર હોય ત્યાં પહોંચી જાય અને વચમાં દેરું આવે તો ભૂલથી પણ ત્યાં ન જાય. એને ભગવાન પર રાગ છે એમ કહેવાય ? પાડોશમાં મુનિ આવે તોય ઘરે લાવવાની દરકાર નહિ અને કહે કે મને વહોરાવવાની ભાવના ઘણી, એ મનાય ? મંદિરમાં પેસતાં ભગવાનનાં દર્શન થાય એટલે મસ્તકે બે હાથ ભેગાં કરી પગે લગાય, એ વિધિ, જ્યારે આ તો ગભારા સુધી પહોંચે ત્યાં સુધી હાથ ન જોડાય, એનો અર્થ એ કે પરમાત્મા પર તેવો પ્રેમ નથી. ઓફિસમાં પેસતાં જ ઑફિસરને સલામ ભરે અને અહીં દેવ, ગુરુ, ધર્મ પાસે છાતી અક્કડ રાખે ત્યારે માનવું પડે કે એની છાતીમાં કાંઈક રોગ થયો છે. પછી એમાં પરિણમન ક્યાંથી થાય ? ઠીક છે રૂઢિ ખાતર આવે છે. મોઢે એ ગમે તેટલી ડંફાસ મારે પણ શાસ્ત્ર એની મોઢાની એકે વાત માની નથી. શાસ્ત્ર તો દરેક પાસે એની ભૂમિકાને યોગ્ય કરવા જોગી કરણી માગે જ.
શાસ્ત્ર તો એવું બોલો તેવો અમલ માગે છે. સર્વવિરતિધરને પૂછે કે, “તારે ઘર છે? જો હા કહે તો શાસ્ત્ર કહી દે કે “તું સર્વવિરતિધર નહિ.' ગૃહિલિંગમાં પણ કેવળજ્ઞાન થાય, છતાં દેવ આવીને મુનિવેષ ન આપે ત્યાં સુધી એ આત્મા પોતાને કેવલી તરીકે ન જણાવે. દેવ ન આવે તો લોક જાણે પણ નહિ કે આ કેવલી છે. દેવ આવીને વેષ આપે અને એ વેષને ધારણ કરીને મહાત્મા ચાલે, ત્યારે લોક જાણે કે આ કેવલી ભગવંત છે.
સભા: રસ્તામાં કોઈ સાધુ એમને મળે તો એ નમે ખરા?
એ અનંતજ્ઞાની છે, યોગ્ય રીતે જ વર્તે, વ્યવહારનું ઉલ્લંઘન થાય ત્યાં જાય જ નહિ. જૈનશાસનની વિધિ એવા પ્રસંગે જુદી છે. કોઈ શિષ્યને કેવળજ્ઞાન થાય પણ ગુરુ એ જાણે નહિ ત્યાં સુધી શિષ્ય વંદન, ભક્તિ વગેરે તમામ વ્યવહાર સાચવે. વ્યવહારને એ લંધે નહિ. ટૂંકમાં તે તે ગુણસ્થાનકની ક્રિયા તે તે ગુણસ્થાનકે જોઈએ. વિનીત. ગુરુને હાથ જોડે જ :
સર્વવિરતિધરે ઘર છોડવું જ પડે. ઘેર બેઠે જો સર્વવિરતિધર કહેવરાવાતું હોય તો કોણ ન કહેવરાવે ? સમ્યગ્દષ્ટિએ પણ સમ્યક્તની કરણી તો કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org