________________
૨૮
-
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
-
1738
દુઃખ થતું હોય તો એવી વાતો નહિ કરવી.” પ્રભુની પ્રશંસાથી કંઈકનું કલ્યાણ થઈ ગયું પણ દુર્ભાગી સંગમને એમ લાગ્યું કે સ્વામી અક્કલહીન છે. એક માનવકીડાની આટલી પ્રશંસા ? હઠ કરીને આવ્યો ને નક્કી કર્યું કે ચલાયમાન કર્યા સિવાય ન જવું. ઉપસર્ગની ઝડીઓ વરસાવી. ભગવાન જાણે છે કે મને ઉપસર્ગ કરનાર ડૂબી જશે. છ મહિના સુધી મહેનત કરી પણ પ્રભુ ચલાયમાન ન થયા. એ નમ્યો ત્યાં સુધી ડગ્યા નહિ, એનું બગડશે એમ જાણવા છતાં.
જ્ઞાની સત્યનો પ્રકાશ કરે. માનવું હોય તે માને, ન માનવું હોય તે ન માને. અસત્યનો આગ્રહી મિથ્યાદષ્ટિ છે. અમારું સારું પણ કોઈને ન ગમે માટે સારું કરતા અટકી જવું એ કાંઈ જાય છે ? એવી કઈ ક્રિયા છે કે ગાંડાઓ જેની પાછળ વાતો ન કરે ? એ ગાંડાઓ તો હારેલા હતા જ અને આપણે તેનું માનીએ તો આપણે પણ હારી જઈએ. જો શ્રીમંતને ઘેર શ્રીમંતાઈ ન હોત તો કોઈ ખાતર પાડવા આવત ? ગરીબના ઘેર ચોર આવ્યા સાંભળ્યા છે ? માટે ચોરને ચોરી કરાવનાર શ્રીમંતો છે એવો કોઈ આક્ષેપ મૂકે તો તે સાચો છે ? આ તો એવો કાયદો સ્થાપે કે ચોરટાઓ ચોરી કરતાં શીખ્યા માટે શ્રીમંતોએ ભીખ માગતા થઈ જવું. સાચી સ્વતંત્રતા કે સાચી સમાનતા હોય ત્યાં આ તોફાન નથી. કર્માધીનને સ્વતંત્રતા કયાંથી?
એક વક્તા ને હજાર શ્રોતા, એક લીડર ને બીજા તેની પાછળ ચાલનાર, એક લેખક ને બીજા વાચકો, આમાં સમાનતા કયાં રહી ? વિષયકષાયને આધીન રહેવું ને સ્વતંત્રતાની વાતો કરવી એ તો બુદ્ધિનું લિલામ છે. અગિયાર વાગે રસોઈ તૈયાર ન હોય તો ઊંચોનીચો થઈ જાય, પચાસના પગાર માટે રોજ છ કલાક નીચી મૂંડીએ મજૂરી કરે તે સ્વતંત્ર અને મુનિ ગોચરી લેવા જાય, મળે તો સંયમવૃદ્ધિ માને, ન મળે તો તપોવૃદ્ધિ માને તે પરતંત્ર ?
રોજ જિનપૂજન કરવું, રોજ દર્શન કરવાં, રોજ સાધુને વાંદવા, રોજ તપ કરવો ને પચ્ચખાણ લેવાં, એ રૂઢિ અને રોજ ચાર વાર ઝાપટવું એ રૂઢિ નહીં? રોજ એ જ ખુરસી અને એ જ ટેબલ, એ જ ગજ ને એ જ કાતર, એ જ ત્રાજવાં ને એ જ કાટલાં, એ બધી રૂઢિ નહિ ? કર્મના ઉદયે કઈ કઈ હાલત થાય છે એ નજરે દેખાતું નથી ? સુખની પારાવાર ઇચ્છા છતાં કંગાલોને કાંઈ મળતું નથી,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org