SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 11 – ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક? ૧૩૧- ૨૩૩ અનેક વાહનો વચ્ચે પણ બરાબર જાતને સાચવીને જીવી શકનારા બુદ્ધિના નિધાનો અહીં આ વાતમાં હજી અટવાય છે. સભા : જેમ મોટરની હડફેટમાં નથી આવતા તેમ દીક્ષાની હડફેટમાં પણ નથી આવતા ને? મોટરની હડફેટે આવતાં મરવાનું છે જ્યારે ચારિત્રની હડફેટે ચડે એનું કલ્યાણ થવાનું છે, પણ મોહાધીન જીવો ચારિત્રની હડફેટે ક્યાંથી ચડવાના ? શાસ્ત્રદષ્ટિ તમે કહો છો તેવી નથી : સભા : આઠથી સોળ વર્ષ સુધી, દીક્ષાની ભાવનાવાળા માટે શાળા રાખવી અને તેમાં તૈયાર કરવા એ ઠીક નહિ ? એટલે એમ જ ને કે આઠ વર્ષનાને ભાવના થાય તેને દીક્ષા ન આપવી અને સંસારમાં જ રાખવો ? સભા: ના, એમ નહિ, શાસ્ત્ર કહ્યું એ માન્ય, પણ અમને આમ કરવું ઠીક લાગે છે. શાસ્ત્ર કહ્યું એ માન્ય પણ અમને.. આમ.” એ બે વાત ટકતી નથી. શાસ્ત્રષ્ટિ તમે કહો છો તેવી નથી. શાસ્ત્રદૃષ્ટિનો અમલ ન થતો હોય ત્યાં બોલો. શાસ્ત્ર ના પાડે ત્યાં તેવી પ્રવૃત્તિ અને સારી લાગે તો પણ એને ગૌણ જ રાખીએ. શાસ્ત્રકારોની બુદ્ધિ કરતાં અમે અમારી બુદ્ધિને અધિક નથી માનતા. અમારી બુદ્ધિ જો શાસ્ત્રથી આગળ જવા માગે તો એના પર અંકુશ મૂકવા અમે તૈયાર છીએ. જેવી વ્યક્તિ તેવી સમજાવવાની રીત : સભા : બાળદીક્ષાની વાત જનતાને નથી બેસતી. ન બેસતી હોય તો જનતાને સમજાવાય પણ જનતાને ન ગમે માટે શાસ્ત્ર ડેલી અને આપણને ગમી ગયેલી સાચી વાત મૂકી દેવાનું ગાંડપણ આપણાથી થાય. સમજાવાય બધી રીતે પણ કોઈ એવો જડ આવે કે જે મુક્તિ માટે જ હિ, દલીલ સાંભળે જ નહિ અને ઉપરથી અમને કહે કે “તમારા જેવા રૂડા વાળા, દેખાવે રંગીલા, શરીરે સશક્ત છતાં આ ભીખ માગવાનો ધંધો કેમ કિાર્યો ? સંસારમાં હોત તો રાજા મહારાજા કે દેશનાયક બની ગયા હોત. ૫ પુણ્ય અને સ્વર્ગ નરકની ભ્રમણામાં પડી ભીખ માગવાનો ધંધો અંગીકાર વા જેવું ગાંડપણ શા માટે કરો છો ?' હવે આવા વિચારવાળાની સાથે વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy