________________
૨૩૪
----આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ ––
–– 12
શી રીતે થાય ? એને પુણ્ય પાપ સમજાવવા બેસાય ? એ બધી વાતો તો એ સાંભળવા માગતો જ નથી.
ત્યારે અમારે એને જુદી રીતે સમજાવવો પડે. અમે એને કહીએ કે “તારી વાત મજેની, અમને પણ એ ગમી, શાસ્ત્રને બાજુએ રાખી તારી વાત સ્વીકારી લઈએ પણ ખરા પરંતુ બીજી રીતે પણ તે વિચાર કે લોકના સુખની તે વાત કરે છે તો લોકમાં પણ તું સુખી કે અમે સુખી, એની તું તપાસ કર. અમારે આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ, ઘરબારની કોઈ ઉપાધિ નહિ, મુંબઈ ન સંઘરે તો પરામાં ચાલ્યા જઈએ, પરું ન સંઘરે તો બીજે જતા રહીએ. ન લેવા કે ન દેવા. કશી ચિંતા જ નહિ. વળી દુનિયામાં કહેવાઈએ પણ જગમૂજ્ય અને તારી કઈ દશા, તે વિચારી જો. તારાથી આખો દિવસ અહીં બેસવું હોય તો બેસાય ? તરત ના પાડી દે, કેમ કે અહીં બેસી રહે તો ત્યાં કાંઈક બગડે. ચિંતાઓ મગજમાં બેઠેલી જ હોય. અમારે તો આટલાથી જ ચલાવવાનું, બાકીનાનો ત્યાગ, એ ત્યાગથી જ આ સુખ. તારી ચિંતાનો પાર નહીં. રોજ તારે કેટલાને સલામ કરવાની ? અને તું જેને સલામ કરે તે પણ અમને નમે.”
આ રીતે સમજાવીએ એટલે એ પણ કહે કે, “વાત તો આપની ખરી.' પછી આગળ વધીને એને સમજાવીએ કે “શાસ્ત્ર જે સ્વર્ગ નરકની વાત કરે છે તે તારા કહેવા મુજબ નથી એમ માની લઈએ તો પણ માનો કે એ કદી સાચું હોય ને સ્વર્ગ નરક નીકળે તો તું ક્યાં જાય ? અને અમે ક્યાં જઈએ ? ભલે કદાચ ન હોય તો ઠીક પણ હોય તો શું ? આ લોકમાં તો અમને સુખ છે જ, ઉપરાંત શાસ્ત્ર કહેલ સ્વર્ગ નરક નીકળે તો ત્યાં પણ પ્રાયઃ અમારે માટે સ્વર્ગ છે, અને અહીં પણ તું જેની ઠોકરો ખાય છે તેને અમે ઠોકરે મારીએ છીએ, એ અમારી દશા છે. તારું સુખ પણ ચિંતામગ્ન છે, જ્યારે અમારે કદાચ દુઃખ હોય તો તે પણ ચિંતારહિત છે. ઉપરાંત સ્વર્ગ નરક નથી એમ તું માને છે એ ઠીક છે પણ કદાચ નીકળી પડ્યા તો તારી શી હાલત? આ રીતે સમજાવાય તો તે પણ તરત વિચારમાં પડી જાય અને ગભરાય. સામાને ધ્યેય સમજાવી માર્ગે વાળવા પ્રયત્ન કરીએ પણ એ ન માને માટે આપણે માર્ગથી ખસીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org