SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 15 - ૯ - સેવા કરવાની પણ કોની ? – ૧૨૫ – ૧૪૯ અમુકને આ યાદ છે, અમને આ યાદ છે અને એમને આ યાદ છે, તત્ત્વ કેવળી જાણે. આવી તો તે મહાપુરુષોની સમતા હતી. સામાન્ય વાતોને અત્યારે ગૌણ બનાવો. રત્નત્રયી એ જ મોક્ષમાર્ગ. એ સિવાય બીજું કાંઈ ઇચ્છાય નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. એની પુષ્ટિનો ઉપદેશ જોઈએ. આશ્રવ પાપ છે, એનો ત્યાગ કરવાનો છે, સંવર એ ધર્મ છે, એનો સ્વીકાર કરવાનો છે. આ આવશ્યક છે, એ ન બને તો લાચાર. આ ભાવના અસ્થિમજ્જા થવી જોઈએ. અમે પણ કહીએ કે બકુશ, કુશીલ છીએ નિગ્રંથ, સ્નાતક નથી. મુદ્દો એ કે મૂળ વસ્તુને સ્થિર કરવા વ્યવસ્થિત પ્રયત્ન કરવા જોઈએ. એ બને તો શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા લખે છે કે આ કલિકાળમાં પણ શ્રી જિનેશ્વર દેવનું શાસન એકછત્રી થાય. ઉદારતામાં ઉડાઉગીરી આવે તે ન ચાલે ? પ્રતિક્રમણ ઊભાં ઊભાં થાય પણ માંદો માણસ સૂતાં સૂતાં કરે તો શાસ્ત્રકાર કબૂલ રાખે છે. કારણે સૂતાં સૂતાં ન જ થાય એમ નહિ. કાયબળની ખામીને કારણે એમ થાય છે પણ ‘સૂતાં સૂતાં પણ થાય, એમાં વાંધો નહિ.” એમ કહે એ ન પાલવે. આજે તો ઉદારતામાં ઉડાઉગીરી આવી ગઈ છે, એ ન ચાલે. છોકરું દવા ન પીવે તો હજી ચાલે પણ તાવ વધારે એવી ચીજ ખાય તો એ ચાલે ? મા કહી દે કે દવા ન ખાવી હોય તો તું જાણે પણ મિષ્ટાન્ન તો નહિ જ મળે. આ તો એવા કે દવા ન લઉં, મિષ્ટાન્ન ખાઉં અને બહાર જઈને કહ્યું કે મને તો માએ મિષ્ટાન્ન આપ્યું હતું. સંસાર નથી છૂટતો એમ કહો ત્યાં સુધી ઠીક પણ “સંસારમાં રહેવાથી પણ કલ્યાણ થાય એમ ભગવાન મહાવીરે કહ્યું છે,' એમ કહો તે ન પાલવે. શાસ્ત્ર કહ્યું કે સંસારમાં રહેલા મુક્તિની અભિલાષાવાળાથી, કદાચ સંસાર ન છૂટ્યો અને વૈરાગ્ય વધ્યો તો કેવળજ્ઞાન પણ થઈ જાય, તેમ છતાં સંસારમાં રહેવાથી કેવળજ્ઞાન થાય એમ નહિ. “સંસારમાં રહેવાથી કલ્યાણ છે, મહારાજ પણ એમ કહેતા હતા,” આવો પ્રચાર આજે ચાલી રહ્યો છે તે બંધ કરવો જોઈએ. એ બંધ ન થાય તો તેની સામેનો સત્ય પ્રચાર બરાબર થવો જોઈએ. આ વિષયમાં હજી પણ શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy