________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
પડિક્કમણું પણ છેવટ બાર વાગ્યા સુધી કરવાનું કહ્યું. સવારનું અને રાત્રિનું : બેય પડિક્કમણાં માટે કહ્યું પણ એમાં એક વાત ધ્યાનમાં રાખવાની કે એદી, પ્રમાદી, આળસુ તથા ગપ્પાં મારનારા વગેરે માટે આ અપવાદ વિધિ નથી. જેને ટાઇમ ન મળે તે રોજ આમ કરે તો પણ એ વિધિ. શાસ્ત્રકારો વિધિ બાંધે ત્યાં ઊંચામાં ઊંચી બાંધે અને પછી આમ નહિ તો આમ, એ પણ સાથે જ હોય.
૨૦૦
રુચિ વિના પણ પથ્ય ખવાય ઃ
દીક્ષાની યોગ્યતામાં પણ કહ્યું કે આપનાર તથા લેનાર બેય રાજમાન્ય હોય. પણ એવા કેટલા ? ક્વચિત્ અને કોઈક જ. જો એમ હોય તો મજાનું, એમાં પૂછવાનું જ શું ? પણ એમ ન હોય છતાં આપે તથા લે તો વિધિભંગ નથી. માતાપિતાની આજ્ઞાથી દીક્ષા લેવી એ બહુ મજેનું. એમાં સોનું અને સુગંધ જેવું થયું પણ આજ્ઞા ન મળે, સમજાવાય છતાં આજ્ઞા ન આપે તો વગર આજ્ઞાએ પણ દીક્ષા લેવાય. આ અપવાદ વિધિ કાયમની, કાયમ સેવવાની અને એના કાયમના સેવનમાં જ શાસન છે. ગુણ માટે વિધિરૂપ અપવાદ કાયમ સેવાય. મૂળરક્ષા માટે દોષ સેવવો પડે એવો અપવાદ ક્વચિત્ સેવ્ય, રોજ નહિ. રુચિ વિના પણ પથ્ય વસ્તુ કાયમ ખવાય, અરુચિથી પણ કુપથ્ય ખાવું પડે તો ક્વચિત્, રોજ ખાય તો મરે. રુચિ વિના પથ્ય ખાય તો તાજો થાય. ગુણરૂપ અપવાદ કાયમ સેવાય, દોષરુપ અપવાદ સેવવો પડે તો ક્વચિત્ સેવાય. તમારી પાસે અપવાદની વાત કરનારને પૂછો કે કયા અપવાદની વાત કરો છો ? ગુણરૂપ અપવાદની કે દોષરુપ અપવાદની ? ગુણરૂપ કહે તો કાયમી સેવવા યોગ્ય જણાવજો. શાસન બકુશકુશીલથી ચાલે છે :
1908
દરેક શ્રી જિનેશ્વરદેવનું શાસન બકુશકુશીલ સાધુથી ચાલે છે. ઉત્તમ તો નિગ્રંથાવસ્થા છે પણ શાસન બકુશકુશીલથી ચાલે, કહોને, અપવાદથી ચાલે છે. બધાથી નિગ્રંથ નથી બનાતું માટે એ એવા બને છે, બાકી, અખંડિતપણે નિગ્રંથપણું પળાય તો ઉત્તમ. બકુશકુશીલનું પણ ધ્યેય તો નિર્પ્રથાવસ્થાનું જ છે. ગુણરૂપ અપવાદ તો જ્ઞાની તથા ગીતાર્થ પોતે પણ સેવે. દોષરૂપ અપવાદ ગીતાર્થ પોતાની જાતે કદી ન સેવે, કદી સેવાય તો એનો પોતે બચાવ તો ન જ કરે. કોઈએ એવો અપવાદ સેવ્યો હોય તો એનો એ બચાવ કરી લે. પોતાની જાતે સેવે અને બચાવ કરે તો પરિણામે નાશ થાય. ગુણરૂપ અપવાદ તો પોતે સેવે અને સેવવા ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org