SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 19૦૭ – ૧૩ : હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૨૦૧ પણ છે કે, આમ ન થાય તો આમ પણ થાય. આ રીતે અપવાદનો તો ઉપદેશ હોય છે. અપવાદ સેવનારની ભાવના ઉત્સર્ગ વિધિની જોઈએ. ભયંકર સ્થાનમાં કોઈને બેસાડી ન રખાય ? દોષરૂપ અપવાદ સેવવાનો ઉપદેશ ન હોય. ગુણના માર્ગે ચડાવવાના હેતુએ ગુણરૂપ અપવાદનો ઉપદેશ હોય જ. એક કલાકે દસ માઈલ ચાલનારને તથા એક માઈલ પણ કલાકોએ ચાલનારને જવાનું જ કહેવાય, બેસી રહેવાનું ન કહેવાય. તાકાત વિનાનાને પણ બેસી બેસીને પણ જવાનું કહેવાય પણ બેસી રહેવાનું ન કહેવાય. ભયંકર સ્થાનમાં કોઈને બેસાડી રખાય? બેસી બેસીને થાક ખાતાં ખાતાં પણ આગળ વધવાનું જ કહેવાય. કોઈ બેસી રહેવાનું જ પૂછે તો મૌન જ રહેવું પડે. જીવવાના માર્ગે જવા માટે બધું કહેવાય. એટલે તો સત્યને જ્ઞાની હિતકર કોટિ સુધી લાવ્યા. સત્ય હોય, મધુર હોય, પ્રમાણોપેત હોય અને હિતકર હોય તો ઉત્તમ, પણ એવું તો ક્વચિત્ હોય. ત્યારે જ્ઞાનીએ કહ્યું કે પ્રમાણાધિક નભે, કડવું પણ નર્ભ, અરે અસત્ય પણ નભે પણ હિતકર તો જોઈએ જ. અહિતકર હોય તો એ મીઠું હોય, પ્રમાણોપેત હોય તથા સત્ય પણ હોય તો પણ એ ખોટું. હરણિયાને જતાં જોયા અને શિકારી આવીને પૂછે કે હરણિયાં કઈ દિશામાં ગયાં, તો જુદી દિશા બતાવી હરણિયાં બચાવવામાં જ સત્ય છે. કદાચ મૌન રહે પણ પેલો પૂછ્યા જ કરે, અગર મૌનથી પણ તે સાચી દિશામાં જ જાય છે તો એને એ દિશામાં જતો અટકાવવા માટે જુઠું બોલવું પડે તો પણ એ સત્ય છે. હિતકર એટલે પૈસા ટકાથી હિતકર એમ ન માનતા. પૈસા મેળવવાની ઇચ્છા એ તો પાપ છે. સ્વપર રક્ષા થાય, આત્મગુણો વધે ત્યાં આ છૂટ છે. ખૂનીને બચાવાય ? સભા: ખૂનીને બચાવાય ? બચાવાય તો એને સહાય કઈ રીતે થાય ? - પાપીને બચાવાય જ નહિ, એવો કાયદો છે ? જ્ઞાનીએ તો ઉપદેશ રક્ષા કરવાનો આપ્યો છે. રક્ષા સ્વની જ કરવી અને પરની નહિ એવું કહ્યું નથી. અહિંસકની જ કરવી, હિંસકની નહિ, એવું પણ નથી કહ્યું. સર્વની રક્ષાનો જ ઉપદેશ આપ્યો, કેમ કે સર્વ જીવો જીવવા ઇચ્છે છે. કોઈના ઘાતનો પ્રયત્ન ન કરાય. બધાને બચાવવાનો જ્ઞાનીએ નિયમ ન બાંધ્યો પણ “હણું નહિ, હણાવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy