________________
૮ઃ પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય :
દ્રવ્યઅંધ અને ભાવઅંધ :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ જગતનાં પ્રાણીઓ અંધ છે અને અંધકારમાં પડેલાં છે. એ અંધતા બે પ્રકારની છે. ચક્ષુનો અભાવ તે દ્રવ્યઅંધતા અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ તે ભાવઅંધતા. ચક્ષુ વિનાના દ્રવ્યઅંધ અને વિવેક વિનાના તે ભાવ અંધ. કેટલાક એકલા દ્રવ્યઅંધ જ હોય, કેટલાક એકલા ભાવઅંધ જ હોય તો કેટલાક બેય રીતે અંધ હોય છે. ચક્ષુ વિનાના અંધ ઘણા સારા. એ પોતાની જાતને આંધળા માને, કોઈના વાળ્યા વળે, પોતે કહે કે “ભાઈ ! હું દેખતો નથી,' કોઈ દોરી જાય તેમ જાય, પણ વિવેક વિનાના આંધળા તો પોતાને આંધળા માને જ નહિ, કોઈની શિખામણ પણ માને નહિ તો કોઈના દોર્યા તો જાય જ શાના ?
વિવેકહીન સૌથી ભયંકર છે. સૂર્યના પ્રકાશમાં પણ એ જોઈ ન શકે. સૂર્યના પ્રકાશમાં પણ જમીન પર જંતુને જોઈ પગ મૂકે, પાપને પાપ ન માને, અવિરતિમાં મજા માને, પ્રમાદ અને કષાયમાં કાંઈ ખોટું છે એવું ન માને, મન-વચનકાયાની સ્વચ્છંદ ચેષ્ટામાં મહાલે, એમાં જ આત્માનો ઉદય માની વર્ચે જાય. વિવેકહીન આંધળાની આ દશા છે. ભાવઅંધકારમાં એ ફસેલા છે. વિવેક નથી ત્યાં ભાવઅંધકાર છે ?
હવે આપણે ભાવઅંધકારની જ વાત કરીએ. ચક્ષુ વિનાના ભાવઅંધ ન પણ હોય. એકાંતે દ્રવ્યઅંધકાર તો નરકાદિમાં તથા મનુષ્યલોકની બહાર કે જ્યાં સૂર્ય ચંદ્રની ગતિ નથી ત્યાં છે. જ્યાં વિવેક નથી ત્યાં ભાવઅંધકાર નિયમા છે. આથી શાસ્ત્ર કહે છે કે સંસારમાં પડેલા જીવો બહુ દુઃખી છે. ચક્ષરહિત આંધળા જીવો તો યોગ્યની સલાહે ચાલે તો પ્રકાશમાં આવે પણ ખરા, કદી દેખતા થઈને સુખનો અનુભવ પણ કરે, પણ વિવેકહીનને એ લાભ ન થાય. એ દુઃખમાં પણ સુખ માને તે વાત જુદી. ભાવઅંધકારમાં પડેલા જીવો દુઃખી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org