SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– – ૧કાળ સભા: જાનવર શેઠની ભાષા સમજતા ? જાનવરો પણ સંજ્ઞી છે. પરિચયથી માલિકના ભાવ અને તેના શબ્દ સમજે છે. આજે તો માણસો જ ભાવ નથી સમજતા તો જનાવરની શી વાત કરવી ? જાનવરોને પાળનાર માનવો જ જનાવર જેવા થાય ત્યાં શું થાય ? શાસ્ત્રમાં જ આવતી આ જિનદાસ શેઠની વાત તમે સાંભળીને ? હવે વિચારો કે શાસ્ત્રનો પણ કેવો દુરુપયોગ થાય છે? શ્રાવકે હળ ચલાવવા એ ધર્મોપદેશ કે પાપોપદેશ ? “આણંદ કામદેવ ચાલીસ ચાલીસ હજાર ગાયો રાખતા તો તમે બે ચાર રાખો તેમાં શો વાંધો?’ આમ કહેવું એનાથી વધુ પાપદેશના કઈ?' એમને ત્યાં ઢગલાબંધ હીરા માણેક મોતી હતા તો તમે થોડા ઘણા રાખો તેમાં વાંધો શો ?' આવું સાધુથી બોલાય ? આ બધી વાત જેને ન રુચતી હોય તે અહીં જ બોલજો. બોલવાની કોઈને પણ છૂટ છે. જે પૂછશો તેનો જવાબ આપવા હું તમારી સામે જીવતો જાગતો બેઠો છું, તેમ છતાં બહાર જઈને બોલો તો તે ઠીક નહિ કહેવાય. અહીં ઊલટી કરશો તો રૂમાલ આડો ધરીશ. આજુબાજુ કાંઈ બગડવા નહિ દઉં. હવા ખરાબ નહિ થવા દઉં અને ફરી ઉલટી ન થાય તે માટે પડીકી આપીશ. બહાર ઊલટી કરશો તો રસ્તો બગાડશો, હવા ખરાબ કરશો અને મરકી ફેલાવશો. સાચી વાત સંભળાવવા છતાં પોતાની ખોટી ઊલટીને બહાર કરી મરકી ફેલાવે એ તો પ્લેગના કીડા છે. સાધુ પ્લેગના કીડા નથી. આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય? આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય ? ભગવાન નહોતા મળ્યા ત્યાં સુધી તો એ પરિગ્રહી હતા. પરિગ્રહ વધાર્થે જતા હતા. પણ પ્રભુ મળ્યા, વસ્તુ સ્વરૂપ સમજ્યા કે તરત અંકુશ મૂક્યો. આ તો પરિમાણ કર્યું તે વખતે જે હતું તેની સંખ્યા બતાવી છે. ત્યાંથી લેશમાત્ર આગળ નહિ વધવા માટેની મર્યાદા બાંધી દીધી. ધીમે ધીમે એ એવા બન્યા કે શ્રાવકની અગીયારે પડિમા વહી. શ્રાવક છતાં લગભગ સાધુજીવન ગુજાર્યું. રાત્રે પૌષધમાં આખી રાત કાયોત્સર્ગમાં રહી દેવોના ઉપસર્ગ પણ સહ્યા, અવધિજ્ઞાન પામ્યા, આરાધના કરીને દેવલોકમાં ગયા, ત્યાંથી આવી મનુષ્ય થઈને મુક્તિમાં જશે. આ બધો પ્રતાપ તે પરિગ્રહનો કે ભગવાન પાસે લીધેલી વિરતિનો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy