________________
4 - પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય - ૧૨૪
હંમેશાં ફાવે બળવાન. અને બળિયો મોટે ભાગે નિર્બળને મારવાની જ પેરવીમાં હોય. બળિયો બળનો સાચો ઉપયોગ ક્યાં થાય એ જાણતો જ નથી. વિવેકહીન બધી સામગ્રીને ઊંધા રૂપે જ પરિણમાવે. વિવેકહીનની સાહ્યબી બીજાના દુઃખ માટે અને પોતાની દુર્ગતિ માટે છે. વિવેકહીનનું બળ બીજાના નુકસાન માટે તથા પોતાની દુર્ગતિ માટે છે. વિવેકહીનતા ભયંકર છે. પણ વિવેકહીનને ભયંકર માની એનો તિરસ્કાર કરવાનો નથી, પણ એની અનુકંપા ચિંતવવાની છે, કે એનામાં જો એક વિવેક આવી જાય તો એની બધી સામગ્રી સફળ થઈ જાય. એક વિવેક આવે તો નાશક ચીજો પણ ઉદય કરનારી થાય. તેથી જ્ઞાનીનાં કથન સમજી એનામાંથી અવિવેક જાય ને વિવેક આવે તો સારું, એવી અનુકંપા ચિંતવવાની છે. વિવેક વિના સાચું સત્ત્વ આવતું નથી. બૂમો મારવી, ગાળો દેવી, મારામારી કરવી, એલફેલ બોલવું એ સત્ત્વ નથી.
1833
સૈનિક એટલે કૂદી પડનાર અને સેનાપતિ એટલે નિયમસર કુદાવનાર. એકલા કૂદી પડનારથી વિજય ન થાય. એક સેનાપતિ વિના આખી સેના નકામી. જીતને સ્થાને હાર થઈ જાય. છતે સૈનિકે ઘણા રાજાઓ હાર્યા તે સેનાપતિની ખામીથી. વિવેકી પોતાના બળને સુવ્યવસ્થિત બનાવે. ગમે તેમ બોલી નાખે તે બળવાન નથી. શાસ્ત્રે કહ્યું કે બોલે નહિ પણ કરી બતાવે તે સાધુ. અસાધુ બોલે ઘણું પણ કરે કાંઈ નહિ. કેવળ બોલનારા મુક્તિ ન સાધી શકે. ‘હું આવો’ એવું પરાક્રમી બોલે જ નહિ. એનું લક્ષ્ય તો કાર્ય સન્મુખ હોય. સાધુપુરુષે આરંભેલા કાર્યની ખબર પણ ઘણાને ફળ આવે ત્યારે પડે. આ દશા ક્યારે બને ? વિવેકદીપક પ્રગટે ત્યારે. સમ્યગ્દષ્ટિ એટલે જગતનો દીવો. એના સહવાસમાં આવનારો પણ પામી જાય. હારી જનારો પણ કોઈ આવી જાય તો વાત જુદી.
૧૨૫
વિવેકી રુએ તે પણ જુદું :
સમ્યગ્દષ્ટિ એવા સત્ત્વવાન હોય કે એ ગમે તેવા સંયાગોમાં પણ મૂંઝાય નહિ, કંપે નહિ. એની પ્રસન્નતામાં ખામી નહિ. વાતવાતમાં રુએ, બૂમાબૂમ કરે એ અવિવેકી. વિવેકી રુએ તે પણ જુદું. ભગવાન ગૌતમસ્વામી એવું રોયા કે એમાંથી કેવળજ્ઞાન પેદા થયું. મિથ્યાદ્દષ્ટિઓના તો રોવામાં પણ કેવળજ્ઞાનનો પણ નાશ થાય છે. સમ્યગ્દષ્ટિના રોવામાં, હસવામાં, બધી ક્રિયામાં સદ્ગુણ સિવાય કાંઈ નીકળે જ નહિ. આપણો શોક, આપણો આનંદ એ બધું ભયંકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org