SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ -- ૪ - આગમનો અરીસો - ૧૨૦ – પપ છૂટતી ન હતી પણ એ લઈ ગયો માટે ઉપાધિ ટળી. આ સ્થિતિએ પહોંચવાના મનોરથ રાખવા જોઈએ. અપરાધીને શિક્ષા નહિ કરવાનો નિયમ ગૃહસ્થને ન આપ્યો એ વાત ખરી પણ છૂટ પણ ક્યાં આપી છે ? નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણવાની બુદ્ધિએ નહિ હણવાની પ્રતિજ્ઞા છે, પણ અપરાધીને શિક્ષા કરવાનો નિયમ નથી. અણુવ્રત શા માટે ? અપરાધીને મારે તે જ શ્રાવક એમ નહિ પણ ન મારે એ શ્રાવક અને તેના પ્રત્યે દુશમનભાવ ન રાખે તે મહાશ્રાવક. સાધુ માટે મહાવ્રત, તમારા માટે અણુવ્રત, મહાવ્રતને ન પાળવા માટે અણુવ્રત નથી પણ નથી પાળી શકાતા તે પાળવાની શક્તિ આવે તે માટે અણુવ્રત છે. વેપારી પાઈ, પૈસો, બદામ કે દોકડો પણ લે પરંતુ તે રૂપિયા માટે. ઈરાદો તો રૂપિયા ભેગા કરવાનો જ. તેવી જ રીતે ગૃહ અણુવ્રતમાં જ રહેવાનું છે એમ નહિ, મહાવ્રત પાળી શકતાં નથી. માટે અણુવ્રત છે. જેનો પ્રતિબંધ નથી તેવી બીજી ક્રિયા કરવાની છૂટ છે એમ માને તો મિથ્યાત્વ પામે. દુશ્મન લઈ જાય તેના ઉપર સમતા રાખી શકો, તેને મારો નહિ તો ગુનેગાર નથી પણ મમતારહિત છો એમ મનાય. ગૃહસ્થ પોતાના હકની વસ્તુ તો કદી મૂકવી જ નહિ એવું નથી. અપરાધીને શિક્ષા કરવા કરતાં માફી બક્ષવાની તાકાતવાળો ઊંચો કે નીચો ? અપરાધીને શિક્ષા કરે તેમાં અણુવ્રત ઘવાતું નથી એ વાત સાચી પણ બદલો લેવો જ જોઈએ એમ માને તો સમ્યકત્વ હણાય. બદલો લઈ લે તેથી સમ્યક્ત જાય નહિ. કારણ કે બદલો લેતી વખતે પણ તે એમ માને છે કે, “હું પામર છું, મારી છોડી મૂકવાની તાકાત નથી માટે આ કરું છું. આમ કરવું જ જોઈએ એમ એ માનતો નથી.” કરુણાનો મર્મ સમજો : સમ્યગ્દષ્ટિ પાપ કરે છતાં બંધ અલ્પ. એનું એ પાપ મિથ્યાદૃષ્ટિ કરે તો બંધ વધારે. એ તફાવતનું કારણ શું ? સમ્યગ્દષ્ટિ પાપ કરે છે પણ કરવા જેવું છે એમ એ માનતો નથી. એક પાપ કરે છે પણ કરવા જેવું છે એમ માનતો નથી, બીજો પાપ કરતો નથી પણ કરવા જેવું માને છે, એ બંન્નેમાં ગુણવાન કોણ ? પાપને કરવા જેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy