________________
૧૯૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
-
શુદ્ધિ-અશુદ્ધિનું સ્વરૂપ સમજે !
પૂજા શા માટે ? બાલજીવોને આકર્ષણ માટે, પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થવા માટે. હીરામોતીની આંગી કાંઈ ભગવાન નથી માંગતા. એ નિમિત્તે હજારો જીવો વીતરાગનાં દર્શન પામે અને એમનું કલ્યાણ થાય. દેવતાઓ તો ક્ષીર સમુદ્રનાં પાણી લાવતા. પૂર્વે ગોશીર્ષ ચંદન વાપરતા અને એમાં પણ ઉત્તમ દ્રવ્યો મેળવતા. આજનું ચંદન એવું કે દૂરથી પ્રભુના અંગ પર ચાંદા પડ્યા હોય એવું લાગે. શુદ્ધિ-અશુદ્ધિનું સ્વરૂપ સમજો. કસ્તૂરી એ હરણની ફૂટીનો મેલ છે. છતાં ભગવાનને એ ચડે છે ને ? કંઈ ચીજ ઉત્પત્તિ-અવસ્થામાં શુદ્ધ છે ? શુદ્ધિ-અશુદ્ધિની વાત અવસરે ચર્ચીશું પણ આજના લોકોની વાહિયાત દલીલોના વાયરે ન ચડશો. એ તો કહેશે કે આજે કેસર બંધ તો કાલે ચંદન બંધ, વળી પરમ દિવસે તો કહેશે કે દેરાસર જ બંધ કરો. દેશનું કલ્યાણ એમને ગળે વળગ્યું છે, એવું ન માનતા. ઈરાનીની હોટલની ચહા પીનારા એ નામદારો છે. કોડલીવર ઓઇલ પણ પીનારા એ લોકોને શુદ્ધિની પડી છે એવું ન માનતા. જાત ઓળખીને ભાત પાડો !
શુદ્ધિના વિચારનું તો એમને સ્વપ્ન પણ નથી. જીવનમાં પણ શુદ્ધિ ક્યાં છે ? ભગવાનને અશુદ્ધ વસ્તુ ધરાય તેમાં એમને દુઃખ થાય છે એવા એમના શબ્દોથી ઠગાતા નહિ. એ તો કહે છે કે સિદ્ધગિરિ ખોલ્યો શું કામ ? બંધ હતો તો અઢી લાખનો ખર્ચ બચતો હતો. અબજો ખર્ચીને ભાગ્યશાળીઓએ સ્થાન ઊભાં કર્યાં અને આ હીણભાગીઓને એમનાં દર્શન કરવા કોઈ જાય એ ખટકે છે. કહે છે કે “આપણે જીવતા હોઈશું તો હજારો શત્રુંજય ઊભા કરશું.” મૂખ ! એક તો કર, ઘરમાં બગડતું હોય તે તો સુધાર ! સિદ્ધગિરિને નવો કરનારો જન્મ્યો છે કોણ ? એનો તો અણુએ અણુ પવિત્ર છે. જેની જીભમાં પવિત્રતા નથી, જેના હૈયામાં સુંદરતા નથી એ સિદ્ધગિરિ બનાવશે ? એવા વાયડાઓની વાતોમાં તમે તણાતા નહિ. ઘરડાઓ પરિપક્વ બુદ્ધિવાળા બનો, યુવાનો તેજ બુદ્ધિવાળા બનો, બાળકો શરણે આવો પણ આવા ગમારોની પૂંઠે કોઈ ન જાઓ. શુદ્ધિની ચર્ચા કરનારાઓના ઘરની વાત તો જાણો ! અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org