SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 18 – ૯ - સેવા કરવાની પણ કોની? - ૧૨૫ - ૧૪૭ જમાનામાં એવાં ગપ્પાં ન ચાલે. આટલો પરિસ્થિતિમાં આજે ફેર પડ્યો છે. અમુક ચોક્કસ વિચારના માણસોએ એકત્રિત થવાની જરૂર છે. નામ નોંધાવ્યા પછી શું? નામ નોંધાવનારા પણ પછી શોધ્યા હાથ નથી આવતા. માટે હવે આ વિષયમાં ઉપેક્ષાવૃત્તિ ખંખેરી નાંખો અને સાવધાન બનો. સભા સાધુઓએ પણ સંગઠિત થવું પડશે ને ? એક જ વસ્તુના એકસરખા અમલની વાતને હમણાં બાજુએ રાખો. અત્યારે તો એક માન્યતાવાળાના ઐક્યની વાત છે. ઘરના પાંચ પણ બરાબર સુસ્થિર બને તો બહારના પંદરને સાથે લેવાય ને તાકાત વધારાય. એક સિદ્ધાંત માનનારાઓની સ્થિરતામાં ઠેકાણું ન હોય તો ? તેઓ જ અરસપરસ એક ન હોય તો ? આ શાસનમાં એવું ચાલવા ન દેવાય. નિહ્નવો એટલે ભગવાનના એક જ વચનમાં ફેરફાર કરી જુદો માર્ગ કાઢનારા વિદ્વાનો. એવાને પણ સંખ્યામાં ઘટાડો થશે એવા ભયથી સાચવી લેવાનો કાયદો આ શાસનમાં નથી. ગમે તેવો સારો અને વિદ્વાન પણ જો એનામાં મૂળ વસ્તુમાં પરિવર્તન દેખાય તો તે વખતે એવા વિદ્વાનની પણ ખોટ વેઠી લઈને એને દૂર કરવામાં આવતો. એવાને દૂર કરવા એ જ ફરજ. આ પરંપરા હતી માટે તો આગમની મર્યાદા અખંડ રહી. પ્રાણપ્રિય શિષ્યો, વિદ્વત્તામાં જેનો જોટો નહિ, એવા શિષ્યો પણ જ્યારે માર્ગથી વિમુખ થયા ત્યારે સમજાવવા પ્રયત્ન કર્યો પણ ન સમજ્યા તો એનો ત્યાગ કરવામાં વાર ન લગાડી. ધર્મી માતાપિતા પણ અધર્મ દીકરાને કહી દેતાં કે હવે તું અહીં નહિ, અમે તારા વિના ચલાવી લઈશું. શોભાના ગાંઠીયા શા કામના ? એક વિચારમાં સ્થિર હોય તેમણે વ્યવસ્થિત કાર્ય કરવું જોઈએ. વ્યવસ્થિત વાતો વિના કાંઈ ન થાય. કેવળ ઘોંઘાટ કરવાથી અથવા બસો-પાંચસો ખર્ચ નાખવાથી કે સામાને જેમ તેમ ગાળો દેવાથી કામ ન થાય. થોડું પણ વ્યવસ્થિત ખર્ચાય તો જ કામ થાય. જે કાંઈ લખાણ બહાર મુકાય તેનું વજન પડવું જોઈએ. જે વાંચે તે વિચાર કરતો થઈ જાય. સામેથી જેટલું પ્રચારકાર્ય થાય છે તેટલું જ તેની સામે અહીંથી પણ થવું જોઈએ. તનવાળા તનનો ઉપયોગ કરે, મનવાળા મનનો ઉપયોગ કરે અને ધનવાળા ધન આપે તે માટે બધાએ એકત્રિત થવાની જરુર છે. કેવળ નામો નોંધાવવા માટે નહિ. એવા શોભાના ગાંઠિયા શા કામના ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy