SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 1952 અને ઝવેરીને ત્યાં મીઠુંમરચું ન મળે. પ્રશ્ન કરવાનો અહીં નિષેધ નથી પણ પ્રશ્ન મુદ્દા બહારનો ન હોવો જોઈએ. વાત કાંઈ ચાલતી હોય અને પ્રશ્ન હોય કાંઈ ઈદ તૃતીય' જેવો તો એ ન ચાલે. શાસ્ત્રકારોની વાતોનું સમર્થન કરવા તો અહીં બેઠા છીએ, પણ અહીં આવનારને શાસ્ત્ર શિરસાવંદ્ય હોવું જોઈએ. જેને શાસ્ત્ર ન ગમે તે અહીં ન આવે, જેને શાસ્ત્ર ગમે તે જ આવે. જેને આગમ ન ગમે, ભગવાન ન ગમે, ભગવાનની આજ્ઞાપાલનની વાત ન પાલવે, તેને અમારી સાથે શી રીતે પાલવે ? અમે જેને માનીએ તેને માનનારા અહીં આવે તો જ વાતનો મેળ જામે. વસ્તુ પમાશે ત્યારે જ મોક્ષ મળશે, બાકી મોક્ષ કાંઈ રસ્તામાં નથી પડ્યો. એના માટે તો ખૂબ પ્રયત્નો કરવા પડશે. આખી દિશા ઉલટાવવી પડશે. લોકભાષા રૂઢ એવી છે કે ચાલીને જાય પોતે અને બોલે કે ગામ આવ્યું. ગામ આવ્યું કે પોતે આવ્યો? પણ ત્યાં અર્થ એ છે કે પોતે ચાલી ચાલીને ગામની નિકટ આવી પહોંચ્યો. એ રીતે મોક્ષ માટે પણ ચાલવું પડશે. કર્મના અણુ ક્યારે ખસે? મોક્ષ માટે એવી તાકાત કેળવવી પડશે કે એક સમયમાં સીધા ત્યાં પહોંચાય. એ તાકાત આવે ક્યારે ? આત્મા પર જડનો એક પણ અણુ ન રહે ત્યારે. અત્યારે તો અનંતાનંત અણુઓ આત્મા પર છે, તે ખસેડવા પ્રયત્ન તો કરવા પડશે ને ? મોક્ષે ન જવું હોય અને સંસારમાં જ જેને રખડવું હોય તેને માટે ચૌદ રાજલોક પ્રમાણ સંસાર મોટો છે અને એક રાજલોક અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણનો છે. જૈનશાસનમાં અસંખ્યાત અને અનંતની વાતો છે. કર્મના અણું ક્યારે ખસે ? હાલતા ચાલતા રમકડામાં રાચીએ અને ઈંટ માટીના ઢગલામાં મૂંઝાઈએ તો ખસે ? મળેલા પદાર્થો પાછળ ભટકચા કરવાથી કર્મ નહિ ખસે. મળેલી સામગ્રી એ તો કર્મની લીલા છે. એને આધીન થાઓ તો કર્મના અણુ ખસે કે વધે ? અમારો જાન અમે આગમને વેચેલો છે : અહીં ધૂનનમાં પહેલું સ્વજનધૂનન આવશે. જ્યાં સ્વબુદ્ધિ છે તે બધી કાપવી પડશે. તમે નિશ્ચય કરો કે આગમે કહેલું જ પામવું છે. સાધુઓ આગમની પાછળ પડ્યા છે એવો આરોપ મૂકનારાને કહું છું કે અમે સત્તર ફેરી એની પાછળ છીએ, અને હોઈએ એમાં નવાઈ પણ શી છે ? એની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy