________________
૯૮
––
–– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
–
10.
જેટલો બચ્ચાંને માતામાં વિશ્વાસ તેટલો લોકોને ધર્મગુરુઓમાં વિશ્વાસ. હજારો હાથના સ્પર્શથી છાનું નહિ રહેનારું બાળક માતાના હાથના સ્પર્શથી તરત રોતું બંધ થઈ જાય છે, પછી ભલે એ માતા કાળી કે કુબડી હોય. એ બાળક માતાના હાથના સ્પર્શના ભાવને પોતાનો બનાવે છે. માતાના હાથમાંથી જે પ્રેમના ફુવારા છૂટે તે બીજામાં ક્યાંથી છૂટે ? ગાંડા ઘેલાં કે કાળા કુબડા પણ પોતાના બાળકની સેવા એની જનેતા જ કરે. જનેતાને પોતાનું કાળું કુબડું બાળક પણ રૂડું રૂપાળું જ લાગે. બાળકની વિષ્ટા ને પેશાબ પણ હાથથી સાફ કરતાં માતા ન અચકાય. બીજાની વિષ્ટા હોય તો મોઢું બગડી જાય. કેમ ? વિષ્ટા ફરી ગઈ ? ના, બાળક પ્રત્યેનો પ્રેમ કામ કરે છે. જેટલા બાળકને માતામાં વિશ્વાસ એટલો જ ધર્મગુરુઓ પ્રત્યે એમના પાસે આવનારાઓને વિશ્વાસ. એવા વિશ્વાસુઓને શાસ્ત્રનાં આવાં દૃષ્ટાંતોથી ઉન્માર્ગે દોરવામાં આવે, આરંભ સમારંભના પાપમાં જોડવામાં આવે તો એના જેવી ભયંકર કતલ દુનિયામાં બીજી કઈ ? રક્ષકને બદલે ભક્ષક :
આ દૃષ્ટાંતોમાંથી તો વૈરાગ્યના ફુવારા છોડવા હોય તેટલા છૂટે. આણંદ કામદેવ ગોકુળ કે હળના પ્રભાવે એકાવતારી થયા એવું કહી શકો છો ? સ્યુલિભદ્ર વેશ્યાને ત્યાં રહ્યા માટે ચૌદ પૂર્વધર બન્યા એમ ? ચિંતામણિથી અધિક કિંમતી એવું આ શાસન પામીને, જે શાસનના સ્પર્શથી પાપી પણ પુણ્યવાન બને છે એવું શાસન પામીને એનો દુરુપયોગ કરી ભયંકર ખૂની બનનાર, જગતના રક્ષકને બદલે ભક્ષક બનનાર માટે ક્યા શબ્દો વાપરવા તે જડતા નથી. જ્ઞાનીએ જે શબ્દો જેમના માટે વાપર્યા છે તે લોકો આટલી હદે પહોંચેલા ન હતા. શ્રી હિરસૂરીશ્વરજી મહારાજાએ નિહ્નવ શબ્દ વાપરવાનું બંધ કરાવ્યું છે. એ વાતને આગળ ધરીને આજના લોકો કહે છે કે “જુઓ ! હીરસૂરિજીએ નિહ્નવ કહેવાનું બંધ કરાવ્યું ને ?' પણ એ કેમ બંધ કરાવ્યું તે એ લોકો નથી જાણતા. શ્રી હીરસુરીશ્વરજી મહારાજા તો જાણતા હતા કે હવેના નિર્નવ નથી પણ નાગા છે. નિદ્ભવ તો અમુક વાત પકડે, તેનો પક્ષ માંડે, તેનું ખંડન થાય તે સાંભળે, સંઘ બહાર કાઢે તો બહાર જાય, પછી ભલે પોતાની શક્તિથી જુદું જમાવે. જુદું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org