________________
૪૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 170 મતિનો વિકાસ કરવા વિગઈઓ વાપરવી એવું જેનશાસનમાં વિધાન નથી. જૈનશાસન તો કહે છે કે જેમ વિકૃતિ ઓછી તેમ મતિની તીવ્રતા વધારે.
ઘી વગેરે તો રોગકારક છે એમ વૈદ્યો પણ કહે છે. અશક્તને પ્રસંગ પામીને શરીરને ઠેકાણે લાવવા અમુક પ્રમાણમાં ઘી-દૂધ અપાય તે તો ઔષધ તરીકે અપાય છે; બાકી નીરોગી માટે તો વૈદકમાં ઘી-દૂધના અંકુશ મૂક્યા છે. તમે સાચા વૈદ્ય પાસે જાઓ અને કહો કે “વિના રોગે પણ અમે ફી આપશું પરંતુ નીરોગી શાથી રહેવાય એની ચાવી બતાવો. તમારી ફી માટે અમને રોગી ના બનાવો.' તો વૈદ્ય પણ સાચી સલાહ આપશે. આજે તો જેવા રોગી તેવા ચિકિત્સક થયા છે. જૂના વખતના વૈદ્યની દવા કરવી પણ ભારે પડતી કેમ કે એ આકરી ચરી બતાવે. એ કહે કે “ખાઈ ખાઈને ખરાબ થઈને આવ્યા છો, હવે તો હું કહું તે જ અને તેટલું જ ખવાશે.' કાં તો દર્દી દવા લેવા જ ન જાય અને જાય તો ખાવાની આસક્તિ છોડે. સુધા-તૃષા એ રોગ છે :
તમે થોડો વખત આયંબિલ કરી જુઓ અને તે વખતે મગજની રહેતી નિર્મળતાનો અનુભવ કરી જુઓ. નવ દિવસ આયંબિલ કરો તે વખતની અને રોજ માલપાણી ખાઓ તે વખતની માનસિક સ્વસ્થતાને સરખાવો. ધર્મક્રિયામાં બેમાંથી કયારે સ્થિરતા રહે છે તે તપાસો. આકંઠ ખાઈને પ્રતિક્રમણ કરો અને તપ કરીને કરો એ બેમાં ફેર ખરો ? ક્ષુધા એ રોગ છે. આજે તો સુધા ન લાગે. તો એ લગાડવાના ઉપાય થાય છે. ભૂખ મરી ન જાય એની ચિંતા થાય છે. જ્ઞાનીએ ભૂખને રોગ માનેલ છે. મોક્ષમાં સુખ છે તે ખાવાનું નહિ પણ ભૂખ ન લાગે એ જ સુખ છે. ભૂખ ત્યાં લાગતી જ નથી. “ભૂખ લાગે ને ખાવા જોઈએ એવા રહેવું છે કે “ભૂખ જ ન લાગે' એવા બનવું છે ?
આજે તો કહે છે કે ભૂખ ન લાગે તો સ્વાદની મજા કેમ કરાય ? બહુ ખાનારા, ઘરમાં, બજારમાં અને હરતાફરતા હોટલોમાં જઈ જઈને ખા ખા કરનારા વ્યાધિને વધારનારા છે. શાસ્ત્ર કહે છે કે એવા માણસો પછી પશુ જેવા થઈ જાય છે. એને કોઈ પણ સમયે મોંમાં કાંઈ ને કાંઈ નાખ્યા વિના ચાલે જ નહિ. કેટલાકને તો એવી ટેવ પડી જાય કે કામ કરતાં કરતાં પણ કાંઈક ફાકવા જોઈએ. એવા માણસો પછી તો કોઈ કામના પણ રહેતા નથી. સુધા-તૃષા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org