________________
૧૫૬
——
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 18%
પછી તો એને સાવધ બનવું પડે. અનાદિનો અભ્યાસ આવીને મૂંઝવે. પણ સાવધ રહેનારને વાંધો ન આવે. પૂર્વના સંસ્કારો પણ નિમિત્ત પામીને ઉદયમાં આવે છે. પાપબંધ થઈ ગયો હોય તો પણ નિમિત્તો સારાં મળે તો એ શુભ રૂપે પલટાઈ જાય છે. માટે જ્ઞાની કહે છે કે સારા વાતાવરણમાં રહો, ખોટાના સહવાસમાં ન રહો. ફલાણા પાંચ ભાઈ આવ્યા માટે અમુક સ્થાને જવું પડ્યું એમ ન કહેવાય. એવાની સોબત જ ન રાખો. તમને ખોટી જગ્યાએ ઘસડી જાય એવાની મૈત્રી શા માટે ? તમારી પાછળ ખેંચાઈને સારા સ્થાનમાં આવે એવા મિત્ર બનાવો. ધર્મીના મિત્રો ધર્મી હોય. એ મંદિર, ઉપાશ્રયે જવાની વાત કરે, સાધુ પાસે જવાની વાત કરે, ધર્માનુષ્ઠાનોની વાત કરે પણ નાટક ચેટકની કે જ્યાં ત્યાં હરવા ફરવા જવાની વાતો ન કરે. એવા મિત્રો ધર્મીને ન જોઈએ. એવાને કહી દેવાનું કે તમારે ને અમારે મેળ નહિ જામે. પ્રસંગે મૈત્રી સાચવી લેવી પડે એ વાત જુદી, પણ “મારી ભાવના ન હતી છતાં મિત્રો ખેંચી ગયા', એવું ધર્મીથી ન બોલાય. તમારો ધર્મ કાંઈ અસ્થિમજ્જા નથી બન્યો?
ધર્મી આત્મા, સ્નેહી કે મિત્રો પર પણ એવી છાપ પાડી દે કે એવા હેતુ માટે તેઓ એની પાસે આવી શકે જ નહિ. મહામુશીબતે તો તમે ધર્મસ્થાનમાં આવો છો. તમે કાંઈ તમારા બળે નથી આવતા પણ એવા સંયોગો તમને મળી ગયા છે માટે આવો છો. હવે એ ચાર દિવસના સંયોગોને પેલા વર્ષોના સંયોગો બાજુ પર ધકેલી દે તો તમને ફરી જતાં વાર શી ? ધર્મ કાંઈ તમારામાં હજી અસ્થિમજ્જા નથી બન્યો. કલ્યાણ આમાં જ છે એવું હજી નથી મનાયું. રાજા શ્રેણિક ભલે અવિરતિ હતા પણ કલ્યાણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ છે એ વાત એમને નિશ્ચિત હતી. માછલાં મારતા સાધુને અને ગર્ભવતી સાધ્વીને જોયા છતાં એમને ભગવાનના માર્ગ માટે અયોગ્ય વિચાર ન આવ્યો. મનમાં એમ થયું કે આ નાલાયકો વેષને લજવે છે, પણ બધાં સાધુ-સાધ્વી આવાં ખરાબ છે એવો વિચાર ન આવ્યો. જુઠું બોલવાની શાસ્ત્ર છૂટ આપી નથી :
દુર્ભાગ્યવશાત્ કોઈ પડે તેથી સમગ્ર જૈન ધર્મ પર કુઠારાઘાત ન કરાય. જેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org