________________
1989
– ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? - ૧૨૭ –
૧૭૫
મુક્તિ આપે, કદી અતિચારાદિ લાગે તો પણ તેનું નિવારણ થઈ શકે તેથી એ નિયમા સ્વર્ગ આપે. અંગીકાર કરેલ વસ્તુ થોડીવાર પળાય પછી કારણવશાત્ વમી જવાય તો પણ ભવાંતરમાં એનો સ્વાદ ઉદયમાં આવતાં વાર ન લાગે. સારી ચીજ સમજીને લે તોય ફળે અને અણસમજે શ્રદ્ધાથી લે તોય ફળે. જંગલનો ભીલ જેવો વગર સમજે નવકાર ગણીને સ્વર્ગે ગયો. મુનિ ધ્યાનમાં હતા ત્યાં ભીલ આવ્યો. ભીલની અનાડી જાત, કદાચ સંયમમાં વિઘ્ન કરે એમ ધારી મુનિએ ત્યાંથી જતા રહેવાનો વિચાર કર્યો. ધ્યાન પારવા “નમો અરિહંતાણનો ઉચ્ચાર કર્યો, અને આકાશમાર્ગે ચાલ્યા ગયા. ભીલ સમજ્યો કે “નમો અરિહંતાણં' બોલવાથી આકાશમાં ઉડાય તથા બીજા પણ કૈક લાભ થશે, માટે જરૂર આ કોઈ ઉત્તમ મંત્ર છે. “નમો અરિહંતાણં'નો જાપ કરી એ ભીલ સ્વર્ગે ગયો. “નમો અરિહંતાણં' એ કાંઈ આકાશગામિની વિદ્યા ન હતી. ભલે કાંઈ પણ સમજ્યા વગર એ પદ ગોખ્યું અને સ્વર્ગે ગયો. એને વગર સમયે આટલો લાભ થયો તો સમજે એને કેટલો થાય ? આને અશાન દીક્ષા કહી કોણે? - તમારાં સંતાન સાધુને જુએ અને સાધુપણાના ભાવને ન સમજે એ સંભવિત છે ? તમે જ એને બાલ્યવયમાં સમજાવો કે “આ આપણા મહારાજ, એ ઉઘાડે પગે ચાલે, એમને પગે લગાય, જે જે કરાય, એમને વહોરાવીએ તો લાભ થાય.” બાળકને પણ થાય કે બાપાજી જેમના પગ પૂજે તે પૂજ્ય જ હોય, હું પણ એવો થાઉં તો કેવું સારું ? એને પણ દીક્ષા લેવાના ભાવ થાય. આને અજ્ઞાન દીક્ષા કહી કોણે ? આવી ભાવનાવાળો લાયક કે નાલાયક ? કહેવાતા શ્રાવકના કોઈ અધમ કુળની વાત જુદી છે કે જ્યાં કેવળ વિરુદ્ધ સંસ્કારો હોય. જે જાતથી પણ ગયા હોય એવા બહુ થોડા, બાકી સામાન્ય લોકો તો સાધુને હાથ જોડે જ. એ એમ જ કહે કે ગમે તેવા તોય આપણાથી ઊંચા તે ઊંચા જ. શાસનરક્ષા માટે થશે તેટલું કરશું:
બાળક માને કે બાપાજીએ મહારાજને સારા કહ્યા અને મને પણ સારા લાગ્યા માટે એમની પાસે જવામાં વાંધો નથી. આવું સમજી બાપાજી પાસે રજા માગે ત્યારે મોહના કારણે બાપાજી કદી આડુંઅવળું સમજાવે તોય એ બાળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org