________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
---
કહે કે “તમે જ પહેલાં સારા કહેતા હતા તો હવે કેમ ના પાડો છો ?” આવો બાળક કેવો ગણાય ?
સભા : સમજદાર !
- જે સાધુને સારા માને છતાં બાપાજીથી ભોળવાય, ત્યાં સુધી અમે એને અયોગ્ય માનીએ. એવાને તો આજે લાવીએ ને કાલે બાપાજી આવે એટલે એમની સાથે જવા તૈયાર થઈ જાય. એવાને યોગ્ય ન ગણીએ. બાપાજીની આંખમાં આંસુ જુએ છતાં પોતે આંખમાં આંસુ ન લાવે એને યોગ્ય માનીએ. રાજ્યના કાયદા અમે પણ ભણ્યા છીએ. અહીં બધા ભોટ ભેગા નથી થયા. અમે અનેક ગામ ફર્યા છીએ.
સભાઃ કાયદાને સુધારવાની કોશિશ થાય છે. - અમે પણ એવું ન થવા દેવાની જ ત્રેવડમાં છીએ. બનશે તેટલી ફરજ બજાવીશું. ભાવિ ગમે તે થાય. પાંચમા આરાના છેડે તો શાસન પણ જવાનું છે એ વાત જુદી પણ અત્યારે તો એને બચાવવા માટે પ્રયત્ન તો એવો કરીશું કે પાછળ ઓરતો ન રહે. પાંચમા આરાના છેડે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ ચારનો સંઘ રહેશે. ઘસાતો ઘસાતો એટલે પહોંચશે અને પછી એ પણ જશે એટલે ભરતક્ષેત્રમાં શાસનનો નાશ થશે. છેલ્લા દુપ્પસહસૂરિ થશે. એમનો સ્વર્ગવાસ થશે એટલે શાસનનો નાશ થશે. ઘસાતામાંથી કઢાય તેટલું કાઢવું એ આપણી ફરજ. વખારમાંથી જેટલો માલ નીકળ્યો એ આપણા બાપનો. દુપ્પસહસૂરિ યુગપ્રધાન શાયિક સમકિતી, એકાવતારી પણ જ્ઞાન માત્ર દશવૈકાલિકના ચાર અધ્યયનનું. આજના નાનામાં નાના સાધુને પણ એટલું જ્ઞાન હોય એ ચાર અધ્યયન ભણાવ્યા પછી તો વડી દીક્ષા અપાય. શ્રાવક કુળનો પ્રભાવ :
સભા : બાપ ઠગે છતાં બાળક દઢ રહે એ પૂર્વભવની આરાધના ખરી ને ?
- પૂર્વભવની આરાધના પણ હોય અગર મુનિના સંસર્ગથી, શ્રાવક કુળના સંસ્કારથી નવો ક્ષયોપશમ પણ થાય. શ્રાવકકુળ એ પણ સમ્યક્તનું કારણ છે. શ્રી જિનેશ્વરદેવની પૂજા, નિગ્રંથોની સેવા અને આગમોનું શ્રવણ હોય, એ કુળમાં બાળક ધર્મ ન પામે તો પામે ક્યાં ? એ કુળમાં ધર્મ પામે એમાં કાંઈ નવાઈ છે ? ન પામે ત્યાં નવાઈ ખરી પણ આજના કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org