________________
1885 -- ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? ૧૨૭ --
બુઢાઓને તો ત્યાં ધર્મ પમાય એમાં નવાઈ લાગે છે. શ્રીમંતોના છોકરા મેવા મીઠાઈ ન ખાય તો ખાય કોણ ? ઝવેરીના છોકરા રત્નના ઘૂઘરે ૨મે એમાં કાંઈ નવાઈ છે ? શ્રાવકના દીકરા ઓઘાના અર્થી થાય એમાં કાંઈ નવાઈ નથી, ન થાય તો નવાઈ. લક્ષ્મીવાન બાપ દીકરાને કહે કે ‘તું આવા ધૂધરે ૨મે છે, અમે તો જોયો પણ ન હતો' તો દીકરો પણ કહી દે કે ‘મને મળ્યા તેવા બાપ તમને મળ્યા નહિ હોય અને મારા જેવા પુણ્યવાન પણ તમે નહિ હો'. એ રીતે બાપ દીકરાને પૂછે કે ‘મને વૈરાગ્ય નહિ અને તને કેમ ?' તો દીકરો કહે કે ‘તમે કમનસીબ કે ન થયો, હું નસીબદાર છું માટે મને થયો.' શ્રાવકના દીકરાને નાની વયમાં દીક્ષાનું મન થાય એમાં નવાઈ શી છે ?
શાસનની પેઢી તો દુનિયાનો આધાર છે ઃ
શ્રાવકના કુળમાં તો બાળકને જ દીક્ષાના ભાવ થાય. મોટાને સંન્યાસના ભાવ થાય એ ઇતર કુળોમાં. તમે પેઢી પર કયા દીકરાને બેસાડો ? વીસ વસે નિશાળે ભણવા જવાનું શરુ કરે એને ? તમે એક હોશિયાર દીકરાને શાસનની પેઢીને સોંપો એ તમારી ફરજ છે. શાસનની પેઢી તો આખી દુનિયાનો આધાર છે. તમારી પેઢી પાંચ-પચીસને નિભાવે, આ પેઢી તો જગતનું કલ્યાણ કરે.
દીક્ષામાં બળાત્કાર ન હોય :
આ દીક્ષાની વાત જેને ગમે એના માટે છે. જેના ભાવ થાય તે લે. એમાં બળાત્કાર ન હોઈ શકે. બળાત્કારથી અપાય તે બધા સચવાય ? આ ઉપાશ્રયનાં મકાનો તો તમારાં છે ને ? અમે ક્યાંય તાળાં મારીએ છીએ ? બળાત્કારથી પાંચ-પચાસ ભેગા કરીએ તો એને ભાગી જતાં વાર શી ? જે ટકે એવા હોય એને જ અમે લઈએ. ભાગી જાય તેવાને લેવામાં અમે કદી રાજી ન હોઈએ. તમને આબરુ વહાલી છે તો શું સાધુ આબરુ વગરના છે, એમ ? જેમ બજારમાં પણ કોઈક દેવાળિયો નીકળે તેમ અહીં પણ કોઈક પાપોદયે એવો આવી જાય તેનો ઇન્કાર નથી. પાપનો ઉદય ન જ આવે એવો ઠેકો રાખ્યો નથી પણ બહુલતયા એવું ન બને.
Jain Education International
361
For Private & Personal Use Only
www.jainelibrary.org