SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 10 જ એ ગલ્લાતલ્લાં કરવા માંડશે. જેને વાત પણ પૂરી યાદ નથી અને વાત કરનાર પણ કોણ હતું એ યાદ નથી, એવાની વાત પર મદાર બંધાય ? શાસ્ત્ર કહે છે કે ધર્મ તે જ વાત કરે કે જેમાં સ્વપરનું હિત હોય. સ્વપરનો ઘાત થાય એવી વાત ધર્મ ન કરે. વાત કરવા માટે વાત કરવાની નથી પણ જરૂર હોય તો વાત કરવાની છે. જીભ મળી છે માટે બોલવું એ કાયદો નથી. બોલવા માટે જીભ છે એ વાત સાચી પણ જીભ છે માટે બોલવું જ એમ નહિ. જ્ઞાનીએ નિયમ પણ એવો ઘડ્યો કે જુઠું ન બોલવું. બોલવું પડે તો સાચું બોલવું પણ બધું સાચું બોલી દેવું એમ નહિ. નિયમ જુઠું નહિ બોલવાનો છે. જ્ઞાની જો સાચું બધું કહેવા માંડે તો દુનિયામાં ઉલ્કાપાત મચી જાય. આ સંસારમાં તો બાપ દીકરાને મારવા તૈયાર હોય ને દીકરો બાપને મારવા તૈયાર હોય. દેશના દેનારા જ્ઞાની આ બધું જાણે તો પણ કહે ખરા ? કહે તો શું થાય ? માટે સાચું બધું કહેવું જ એવો કાયદો નથી. સાચું પણ હિતકર જ બોલાય ? બે ડાહ્યા ભેગા થાય તો તત્ત્વગોષ્ઠિ કરે પણ આજે એ તો આવડતું નથી. ધર્મની વાતો કરવી ગમતી નથી. ભેગા થાય એટલે વાતો તો કરવી જ જોઈએ. પછી કરે શું? પંડિત પંડિત ભેગા થયા હોય તો તત્ત્વગોષ્ઠિ કરે અને મૂર્ખ ભેગા થાય, એ એવી વાતો કરે કે બોલતાં બોલતાં ઝઘડી પડે અને પછી જીદ પર મામલો ચડે એટલે મારામારી સુધી પણ પહોંચી જાય. જે સાચું હિતકર હોય એ તો અવશ્ય બોલાય પણ જેમાં હિત ન હોય તે સાચું છતાં ન બોલાય. એક ભાઈએ બીજો જે હાજર નથી તેને ગાળ દીધી તો એ ભાઈને કહેવાય કે આ રીતે કોઈને ગાળ દેવી એ પાપ છે. એ કહેવામાં એમને ખોટું લાગે તો પણ વાંધો નહિ પણ જેને ગાળ દીધી તેની પાસે જઈને એમ ન કહેવાય કે ફલાણાએ તમને ગાળ દીધી. જોકે વાત સાચી છે છતાં કહેવામાં હિત નથી. એ તો સામાને ઉશ્કેરવાની વાત થઈ. જ્યારે ગાળ દેવી એ પાપ છે એમ કહેવું એ સામાને પાપથી બચાવવાની વાત છે. ગાળ દેવામાં પાપ છે એમ સમજાવવામાં કદી બે કડક શબ્દ કહેવા પડે તોય વાંધો નહિ. મુનિ અને જંગલનો ભીલ : સાચી અને સારી કલ્યાણકર વસ્તુ કાયમ અને અખંડપણે સેવાય તો નિયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy