SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ અશુભ વ્યાપારો) એ ભયંકર અંધકાર છે. દુનિયાના જીવો એમાં તો પડેલા છે ને વળી પાછા અધૂરામાં પૂરા વિવેકહીન છે, પછી બાકી શી રહે ? કેટલાક કહે છે કે, “શાસ્ત્ર કહ્યું છે કે શરીર વિના ધર્મ નથી માટે ‘શરીરમાઘં ખલુ ધર્મ સાધનં.' શરી૨ની સેવા પહેલી, ધર્મની સેવા પછી. ધર્મની સેવા બજાવતાં શ૨ી૨ની સેવા ચૂકાતી હોયતો ન ચાલે. શરીરની સેવા બજાવતા ધર્મ ઊંચે મૂકવો પડે તો વાંધો નહિ.” આ કેવી બુદ્ધિ ? શાસ્ત્ર શરીરને ધર્મનું સાધન કહ્યું, વારૂ ! તે વાત સ્વીકારી. પણ સાધન સાચવવા સાધ્યને બાળે તે કેવો ? ૭૨ સભા : મૂર્ખા. સાધ્ય સાધવા સાધન જરૂરી ખરું પણ સાધનની સેવા એટલા પૂરતી કરવી કે જેથી સાધ્ય સધાય. આજે તો સાધનની સેવા એવી થાય છે કે સાધ્ય પેદા થાય જ નહિ. આ કેવી ખુબી ? શરીરની સેવા સંયમ વધારવા : અગ્નિ વિના રસોઈ પાકે નહિ માટે વસ્તુને અગ્નિમાં નાંખો છો ? લાકડાં ન હોય તો ચૂલામાં હાથ નંખાય ? અગ્નિનો ઉપયોગ એવો થાય, એટલો થાય ને એવી રીતે થાય કે જેથી હાથ ન દાઝે, ફોલ્લા ન પડે. વસ્તુ તે રીતે ચૂલા પર મૂકાય કે જેથી તૈયાર થઈને હાથમાં આવે. શરીરની સેવા પરિણામે સંયમ વધારવા કરવાની છે, પણ સંયમનો નાશ કરવા નહિ. આજના બુદ્ધિનિધાનો તો કહે છે કે શરીર સાચવવા ધર્મ છોડવો પડે તોયે શું ? વાત એ છે કે જ્ઞાનીએ જે વસ્તુ જે દૃષ્ટિએ કહી તે દૃષ્ટિ ઊડી ગઈ, તેથી તે વસ્તુ સમજાતી નથી. માટે પહેલાં સમ્યક્ત્વ જોઈએ. દ્વાદશાંગી આખી સમ્યક્ શ્રુત છે પણ ખોટી દૃષ્ટિવાળાના હાથમાં જાય તો મિથ્યાશ્રુત અને દૃષ્ટિ શુદ્ધ હોય એવાના હાથમાં જાય તો કોઈ પણ શાસ્ત્ર હોય તો તે બધું સીધું, કેમ કે તે બધાને સીધા સ્વરૂપે લઈ જાય. જેની દૃષ્ટિ ઊંધી તે સારી વસ્તુને પણ ઊંધા સ્વરૂપમાં લઈ જાય. માટે દૃષ્ટિને શુદ્ધ બનાવો. કર્મસત્તા પાસે ઘમંડ નહિ ચાલે : જે શ્રી જિનેશ્વરદેવને માનો છો તે કેવળ કરુણાના નિધાન હતા, એ રીતે એમને ઓળખો. એમની એકેએક આશામાં આત્માનું હિત છે, એ માન્યતામાં નિશ્ચિત બનો. દરેક દર્શનકારો તો ઉપર ટપકે કહીને ખસી ગયા. કોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy