________________
૧ઃ ધર્મનો પાયો, સાચી માન્યતા
જે સ્વાધીન, તે જ સુખી :
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા સંસારવર્તી પ્રાણીગણને વૈરાગ્ય અને નિર્વેદ પેદા થાય તે માટે સંસારમાં વર્તતાં પ્રાણીઓ, કર્મના વિપાકને કેવી કેવી રીતે ભોગવી રહ્યાં છે. એ બતાવી રહ્યા છે અને એ સૂત્રનું સમર્થન કરતાં ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી ગયા કે આ સંસારમાં, જેમ નરકગતિમાં અને તિર્યંચગતિમાં સુખ નથી તેમ મનુષ્યગતિમાં અને દેવગતિમાં પણ સુખ નથી ? કારણ કે સંસારની ચારે ગતિમાં અનેક પ્રકારનાં દુઃખો ભરેલાં છે.
દુનિયાના અજ્ઞાની આત્માઓ, મનુષ્યગતિ અને દેવગતિમાં જે કાંઈ સુખ કહ્યું છે તે વસ્તુતઃ સુખ નથી : કારણ કે જેના પરિણામે પણ દુઃખ હોય તેને સુખની કોટિમાં મૂકી શકાય નહિ. સંસારનું કોઈપણ સુખ એવું નથી કે જેના પરિણામે દુઃખ ન હોય. સંસારમાં સારી ગણાતી ચીજો પણ જવાની એ જ દુઃખ, બીજાં દુઃખો બાજુએ મૂકીએ તો પણ મળેલી અગર મેળવેલી વસ્તુઓ જવાની છે એ પણ મોટું દુઃખ છે : માટે સંસારમાં કોઈ પણ ગતિમાં સુખની પ્રાપ્તિ નથી.
ચારે ગતિમાં પડેલા સંસારી જીવો વિવિધ પ્રકારના કર્મના વિપાકને ભોગવે છે. ચારે ગતિમાં કર્મના વિપાકના ભોગવટા સિવાય બીજું કાંઈ છે નહિ. એ વિપાક ચાહે શુભ કર્મનો હોય યા અશુભનો હોય. શુભ યા અશુભના વિપાકને આધીન નહિ થનાર આત્મા, ચારે ગતિમાં સુખનો અનુભવ કરે અને પરિણામે પણ સુખ પામે. જે, કર્મના ભોગવટા વખતે સ્વાધીન રહે અને કર્મના વિપાકને આધીન ન થઈ જાય તે જ, આ સંસારમાં સુખનો અનુભવ કરી શકે. રખડપટ્ટી મટાડવાનો ઉપાય :
વિપાક કઈ રીતે ભોગવવા એ જ વિચારવાનું છે. કર્મ ભોગવટો આપ્યા વિના તો જતું નથી. આત્મા સાથેથી તેની ખસવાની ક્રિયા તે આપણા માટે કર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org