________________
10.
– ૫ – ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧
-
તાકાત હોય તે એમાં બેસે. એ બેમાં સિવાય ત્યાગ બીજું કાંઈ ન હોય. ત્યાગ વિરાગનાં જ ઝરણાં ત્યાં વહેતાં હોય. વિચાર એના, વાત એની અવાજ એના અને ઘોંઘાટ પણ એનો. પૈસા ટકા, માલ મિલકત, ઘરબાર, કુટુંબ પરિવાર એ બધાના ત્યાગની જ ત્યાં વાતો ચાલતી હોય. જ્યાં ભેગા કરાતા હોય ત્યાં ભેગા કરવાની ધમાલ, તેમ જ્યાં કાઢવાના, ત્યાં કાઢવાની ધમાલ. જેવો ધંધો તેવી ધમાલ. તમારા ઘર ચોટ્ટાઓ શાથી ફાડે છે ? એને જોઈએ છે માટે. એટલે તમે એ ચોટ્ટાઓથી કેટલી સાવચેતી રાખો છો ? તેમ અમારે પણ સંયમ સાચવવા બધું કરવું પડે. ચોટ્ટાની ધમાધમથી ડરીને તમે જેમ મીલકત ન મૂકી દો તેમ વિરોધીઓની ધમાલથી ડરીને અમે સંયમ ન મૂકીએ. રત્નત્રયી તો તમારી પણ મીલકત છે ને? તમે સમ્યગ્દષ્ટિ એટલે રૂપિયા, પૈસા, ટકાને તો કાંકરા જ માનો ને ? ઘરબારને પોતાના માનો એવા ગાંડા તમે તો ન જ હો, કારણ કે બધું મૂકીને જવાનું એ તો તમે પણ જાણો જ છો. તમે એ બધું પોતાનું નથી માનતા માટે તમારી પાસે આ બધી વાત કરી રહ્યો છું. પોતાનું જ માનતા હોય તેવાની પાસે આવી વાતો ન કરું. સભાઃ એમની પાસે પણ કરવી તો પડે.
ના. એવાને તો ભાનભૂલા કહેવાય. વિષયાધીનો ભાન ભૂલેલા છે. આ વાતો તેમના પનારે ન પડે. રજોહરણ છકાય જીવનું રક્ષક છે ?
વીતરાગની મૂર્તિ દેખતાં, ચૈત્યવંદન કરતાં, સંવેગ-નિર્વેદનાં કે હર્ષનાં આંસુ આવે, અપૂર્વ આનંદ થાય. આવું અનુપમ મળ્યું છે તે કદી ચાલ્યું ન જાય, એવા મનોરથ હોય. સ્તુતિ કરતાં કરતાં “જયવીયરાય'માં માગણીઓ કરે કઈ ?
ભવનિવ્વઓ' વગેરે બધું માગે. પણ છેવટ માગણી કઈ ? એ જ કે ન ધન, ન ધાન્ય પણ “ભવે ભવે મુખ્ય ચલણાë.” માગે. શરીર, ઘર એ બધાને વીસરી જાય. શાસ્ત્ર કહે છે કે આ રીતે સમ્યત્વ નિર્મળ થાય. પછી સાધુ પાસે આવે તો રજોહરણ ગમે. રજોહરણ એ છકાય જીવનું રક્ષક છે. સાધુ પકાયને પોતાના છ પુત્ર સમ ગણે :
આ ઓઘાવાળા પાસે ષકાયજીવની વિરાધનાની વાત ન હોય. ઓઘાવાળાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org