SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 172 પૂછો કે “શું પામ્યો ? કયું મોટું સુખ અનુભવ્યું ?” પાછળ તો દુઃખ નિશ્ચિત છે. તમે તો અનુભવી છો. કોઈ દિવસ આ વાતનો વિચાર ન કરો તો શ્રી જિનેશ્વરદેવ કઈ રીતે ઓળખાય, તે સમજી શકાતું નથી. શિક્ષક પૂછે કે તરત જ વિદ્યાર્થીની નકશા પર તે જ જગ્યાએ આંગળી પડે, એ ક્યારે બને ? દિવસમાં બે પાંચ વાર અભ્યાસ કર્યો હોય તો ને ? શ્રી જિનેશ્વરદેવે જણાવેલા જીવાદિ તત્ત્વો, એનું સ્વરૂપ અને એમની આજ્ઞાનો ક્ષણે ક્ષણે વિચાર કરવો પડશે. સાચા આસ્તિકય વિના સાચી અનુકંપા નહિ ? આ તો એવી વાત કરે છે કે જવું છે અનંત સુખના સ્થાનમાં પણ કોઈને દુઃખ આપ્યા વિના રહેવું નથી, એવું અમે “પણ” લીધું છે. એના માટે હેતુ, દલીલ વગેરે બધું લાવે છે. પાપકાર્ય માટે દલીલ હોય ? મારવાની બુદ્ધિએ એક પણ જીવને માર્યા પછી બચાવ માટે દલીલ શી ? સભા: વધુ પીડાથી બચાવવા કોઈને જીવનમુક્ત કરાય ? એ તો અજ્ઞાન અને મોહના ચાળા છે. “મારાથી એનું દુઃખ નથી જોવાતું માટે એને મારી નાખું !” આવું વિચારનાર સમજે કે અહીં કોઈના બાપનું રાજ ચાલતું નથી. જેલના કેદીઓ દુઃખી છે તો ત્યાં જઈને જેલના તાળા ઊઘાડી નાંખો ને ? સભા: એ તો છોડાવ્યા કહેવાય, આ તો મારી નાંખવાની વાત છે. જે જીવને મારવામાં આવે એની સદ્ગતિની ખાતરી હોય તો તો મારવું પણ વાજબી છે, એમ માનીએ પણ એક પ્રાણી અસહ્ય વેદનામાં રીબાય છે ને પાછો એના પર ઘા કરવો, એ તો જુલમ છે. દુર્ગાનમાં તો છે અને પાછી આ દશા થાય તો એ જીવ કેવા આયુષ્યનો બંધ કરે ? પણ તમે તો કહેવાના કે આયુષ્યની, બંધની, ગતિની, પુણ્યની, પાપની, ફળની ગમ જ કોને છે ? સાચા આસ્તિક્ય વિના સાચી અનુકંપા આવતી નથી. આજનો ઘોંઘાટ મટાડવાનો ઉપાય : જેને જિનેશ્વરદેવના વચનમાં શંકા, એની બધી કાર્યવાહીમાં શંકા, જીવનું તથા દયાનું સ્વરૂપ ન સમજે એનો આ બધો ઘોંઘાટ છે. એ ઘોંઘાટ મટાડવાનો એક રસ્તો છે. જેમ તેઓ દુનિયાનું શિક્ષણ વધારે છે તેમ તમે આવું શિક્ષણ વધારો. બ્રિટીશ સરકારે રાજ્ય વ્યવસ્થા માટે રાજ્યભાષા નિયત કરી. એણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy