________________
181
– ૧૦ – સંસાર દુઃખમય લાગે તો બચાય ? - ૧૨૫
-
પુંડરિક અને કંડરિક :
પુંડરિક રાજા રાજસિંહાસન પર હતો અને કંડરિક એનો નાનો ભાઈ હતો. કંડરિકને ત્યાગનાં પરિણામ થયાં. પુંડરિકની રજા માગી. પુંડરિકને મોહથી ભાઈને સંસારમાં રાખવાની ભાવના છે પણ રાખવો એ ધર્મ નથી એમ સમજે છે. ધર્મદષ્ટિએ એમ કરવું યોગ્ય નથી એમ માને છે. એણે વિચાર્યું કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને બાધ તો ન આવવા દેવાય, તેથી કંડરિકને કહે છે કે “ભાઈ ! તું જે માર્ગે જવા માગે છે એ માર્ગ તો હિતકર છે, મોક્ષદાયક છે, પણ સંયમ પાળવું કઠિન છે, તલવારની ધાર પર ચાલવા જેવું છે, તારાથી એ બને તેવું નથી.' આમ પહેલાં તો પ્રભુઆજ્ઞાને માન્ય રાખી અને પછી મોહની વાત બોલ્યો. સમ્યગ્દષ્ટિ છે કે જે ધર્મને ગૌણ ન થવા દે. કંડરિકે કહ્યું કે મારાથી બનશે, હું ક્ષત્રિય છું, ક્ષત્રિયથી શું ન બને ?' પુંડરિકે તરત રજા આપી. માબાપ મોહથી ના પાડે પણ પહેલાં તો એમ જ કહે કે “ભાઈ ! તારું અહોભાગ્ય ! તું પુણ્યવાન ! અમે નિષ્પણિયા, અમે નથી લઈ શકતાં અને તને ભાવ થયો !” અને પછી એમ કહે કે “પણ સંયમ કઠિન છે, તારાથી પળાશે નહિ.”એમ મોહથી કદાચ બોલે છતાં પેલો ન માને અને રજા માગે તો પછી મોહથી એને લલચાવવા માટે રમકડાં બતાવે છતાં ન માને તો પછી જવા દે ને? વજસ્વામી માટે રાજાએ પણ એ જ ન્યાય આપ્યો ને ? માનો હક પહેલાં કાયમ રાખ્યો. બાળકને ખેંચવા મા પહેલી મહેનત કરે એમ કબૂલ્યું, પણ બાળક જેની પાસે જાય એનો ગણાય એ ચુકાદો રાખ્યો. પરંતુ, જેની પાસે જાય તે ઘાતક કે ખૂની ન જોઈએ એ તપાસાય અને એવો છે એમ માલૂમ પડે તો પડાવી લેવાય. આ તો કહે છે કે “જમને દઈએ પણ જતિને નહિ. જમ સારો પણ જતિ ભંડો.” આ કહેવત જો જૈનોમાં હોય તો એ જૈનત્વનું લિલામ છે. જતિ થાય તો દેખીને દઝાય કે પરમ શાંતિ થાય ?
સભા જમ લઈ જાય તો પછી દેખવું નહિ ને દાઝવું નહિ.
- અને જતિ થાય તો દેખીને દઝાય એમ ? કે એ દેખીને પરમ શાંતિ થાય ? જૈનશાસનમાં માબાપની સેવા તો જીવતાં સુધી કરવાની કહી છે. ચંદને અર્ચા કરવાની મના નથી પણ મર્યાદામાં. એંસી વરસનો દીકરો પણ સો વરસનાં માતાપિતાની સેવા કરે. ત્રિશલા માતા આવતાં ત્યારે ભગવાન મહાવીર પણ હાથ જોડી ઊભા થતા. પણ એ જ માબાપ જો ત્યાગમાર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org