________________
1935 – ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક? ૧૩૧ ૨૨૭ તો એ ત્રુટિ ત્રુટિની ગણનામાં નથી. ભૂલને સુધારવા માટે અભ્યાસ કરનારની ભૂલ એ દોષપાત્ર નથી. ભૂલને સુધારવા માટે તો અભ્યાસ છે. ભૂલ ન થવા દેવાની એ કાળજી રાખે. એવી કાળજી રાખી ક્રિયા કરનારની ભૂલને પણ શાસ્ત્ર સંતવ્ય કોટિમાં લખી છે. વિધિ પામવાની ભાવનાવાળાથી અવિધિ થાય તો એ અવિધિ ધર્મક્રિયાને કલંકિત કરતી નથી. જો એમ ધર્મક્રિયાને કલંકિત મનાય તો કોઈ કાળે કોઈ આત્મા મોક્ષ સાધી શક્યો ન હોત, સાધી શકે પણ નહિ અને ભવિષ્યમાં પણ સાધી શકત નહિ. વળી વિધિને પણ મનઃકલ્પિત રીતે અવિધિ માનવી એ ખોટું છે. ઉપલક ઉપલક સાંભળે કે વાંચે કે ત્રિકાળ સંધ્યાએ પૂજન થાય અને પછી કોઈને આઠ વાગે કે બપોરે એક વાગે પૂજા કરતા જોઈ એને કહે કે “આવી અવિધિ થાય ?' આના કરતાં તો બહેતર છે કે તમે પૂજા ન કરો.” શાસ્ત્રકાર કહે છે કે આવા અજ્ઞાન દોઢ ડાહ્યાઓથી છેટા રહેવું સારું છે.
આજે તો આ વિષયમાં દશા ભયંકર છે. ત્રિકાળ સંધ્યાએ પૂજન થાય એ વાત તો સાચી પણ બીજા ટાઈમે ન જ થાય એ કયા આધારે કહે છે? અધ્ધર સાંભળેલી કે વાંચેલી વાતોના આધારે આવી વાતો કરે અને વસ્તુને સાંગોપાંગ દૃષ્ટિએ ન વિચારે એ ચાલે ? શાસ્ત્રકારે જે ક્રિયા નિયત કરી તે એકદમ ઊંચી સ્થિતિની કરી. મુનિ કેવા હોય ? તો કહ્યું કે ગૌતમસ્વામી જેવા. એવા હોય તો ઉત્તમ પણ એવા ન હોય તે બધા મુનિ જ નહિ ? એ વાત ખરી કે નિગ્રંથાવસ્થા વિના, સ્નાતકાવસ્થા વિના, ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા વિના કેવળજ્ઞાન ન થાય, એમાં કોઈ મતભેદ નથી, પણ આ તો કહે છે કે આવા હોય તે જ મુનિ, બાકીના મુનિ નહિ, તો આ રીતે પ્રભુનું શાસન ચાલે ? હું તો કહું છું કે ગૌતમસ્વામી જેવા મુનિ આજે એક પણ નથી. તે સમયે, પ્રભુની હયાતીમાં પણ એવું સંયમ પાળનાર બધા ન હતા. છબકાળમાં પ્રભુએ જે સંયમ પાળ્યું છે તે કોઈએ નથી પાળ્યું, ગૌતમ મહારાજે પણ એવું નથી પાળ્યું. કરણીય અકરણીયનો વિવેક કરો :
છબસ્થકાળમાં શ્રી જિનેશ્વર દેવો નથી બેઠા કે નથી સૂતા. એવું સંયમ કોણે પાળ્યું ? ક્યા છvસ્થ પાળ્યું ? એવું પાળે તે જ મોક્ષે જાય એમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org