________________
૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજે !
વિષય રોગનાં કારણ છેઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ સંસારમાં જીવો ઘણા દુઃખી છે, છતાં મોહવશ દુઃખને પણ સુખ માની રહ્યા છે, માટે તેમને વારંવાર સંસારનાં દુઃખો જણાવવાની જરૂર છે. કામાસક્ત પ્રાણીઓને ભવિષ્યના દુઃખનો વિચાર નથી હોતો. એ વિચારવાની એમને ફુરસદ પણ નથી હોતી. નિઃસાર શરીરથી એ જીવો એવાં કાર્યો કરે છે કે જેના પરિણામે અનેકવાર તાડન તર્જન અને વધુ પર્વતની પીડા પામે છે. મોહના ઉદયથી પીડાતા જીવોને કાર્યાકાર્યનો વિવેક નથી હોતો. એવા એ જીવો વર્તમાનમાં પણ દુઃખી થાય છે અને ભવિષ્યમાં પણ દુઃખી જ થવાના. પોતાના અલ્પ પણ સુખ માટે બીજા જીવોને ગમે તેટલી હાનિ પહોંચે તેની તેમને ચિંતા નથી હોતી. રાગ અને દ્વેષને આધીન બનેલા આત્માઓ કર્મના વિપાકને ભોગવે છે અને દુઃખનો અનુભવ કરે છે. વિષયોના સેવનથી ક્ષય, શ્વાસ આદિ વ્યાધિને પામે છે. વિષયો રોગનાં કારણ છે. રોગ તથા અલ્પાયુ એ ભવાંતરમાં કરેલી હિંસાનાં પરિણામ છે. વળી એ રોગને મટાડવા પ્રાણીજન્ય હિંસક દવાઓ વાપરી જીવો નવી હિંસા આચરે છે. આ રીતે બીજાને દુઃખ આપનારો સુખે જીવે એ આશા જ ખોટી. બીજાને દુઃખ આપીને જીવવું એ વસ્તુતઃ સુખે જીવવાનો રસ્તો નથી. ધર્મ બીજાના રક્ષણ માં છે, ભક્ષણમાં નથી :
હિંસાજન્ય ઔષધોથી રોગ મટાડવો એ પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું કામ છે. શ્રી જિનેશ્વરદેવના માર્ગને સમજેલો તો માને કે પૂર્વના પાપના યોગે વ્યાધિ થાય. માટે શાંતિથી સહે કે જેથી પાપકર્મો ખપે અને ભવિષ્યમાં વ્યાધિ ન આવે પણ વ્યાધિ મટાડવા ફરીથી હિંસાજન્ય પાપ ન કરે. રોગ મટાડવા પાપ કરે તો ભવિષ્યમાં પણ એ રોગ તો ઊભા જ છે, ભલે હાલ કદાચ શમી જાય. જીવિતની આશાથી ક્ષયના દર્દીઓ લાવા પક્ષીનું માંસ વગેરે ખાય છે. તેઓ પોતાના રોગ ઘટાડતા નથી પણ વધારે છે. આજના લોકો કહે છે કે શરીર માટે હિંસા-અહિંસા ન જોવાય. શરીર માટે હિંસા કરવી પણ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org