________________
143
- ૩ઃ અશાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 –
૩૫
કરવા થોભે તો એને બધાં દુઃખો આંખ સામે નજરે આવે. ગર્ભાવસ્થામાં માનાં કંદરમાં ઊંધે મસ્તકે લટક્યો, મળ-મૂત્રમાં લપટાયો, ઘોર કોટડીમાં ભીંસાઈને
હ્યો. અહીં એર કંડીશનમાં મહાલનારા અને વાતવાતમાં ગરમીની ફરિયાદ કરનારાએ નવ-નવ મહિના આ રીતે પરાધીનતાએ વિતાવ્યા. પછી જન્મ વખતે કેટલી વેદના સહન કરી તેની સીમા નથી. ક્યારેક જન્મ આપનાર ને લેનાર બેયનાં જીવન જોખમમાં મૂકાયાં. ત્યારે, ભયંકર વ્યાકુળતા અનુભવતી માતાને સ્મશાન વૈરાગ્ય પણ થયો કે “હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું;' પણ એ વૈરાગ્ય એટલો જ વખત, પાછા એના એ. બાલ્યાવસ્થામાં હાલત કવી ? કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ કહ્યું કે - “બાલ્ય સૂકરસંકાશો - અર્થાત્ જીવ બાલ્યાવસ્થામાં ભૂંડ જેવો છે. વિષ્ટામાં હાથ ઘાલે, મળ-મૂત્રમાં આળોટે, કશું ભાન નહિ, સાવ પશુ જેવું જીવન. માતા સારી મળી હોય તો વારંવાર સંભાળ લે, બાકી તો જેવાં જેનાં કર્મ. દુઃખે પેટ પણ બોલી ન શકે, ચીસો પાડ્યા કરે. મા સમજુ ન હોય તો ઊંધું વેતરી બેસે. આ બધી આપત્તિ પાર કરી યુવાવસ્થામાં આવે ત્યારે વિષયોમાં અંધ બને, વિવેકશૂન્યપણે ન કરવાના વિચારો કરે, ભાનભૂલો બની ન કરવાનાં કામો કરે. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે કહ્યું કે, “યૌવને મદનગર્દભ ; જીવ યૌવનમાં કામાવેગના કારણે ગધેડા જેવો બને છે. ક્યારેક ડફણાં ખાવાનો પણ વારો આવે છે. દુનિયાને ધ્રુજાવનારા માંધાતાઓ પત્ની પાસે રાંક બની જાય છે. તુચ્છ વિષયજન્ય સુખો ખાતર જીવો કાળી મજૂરી કરે છે. ગરજે ગધેડાને પણ બાપ કહે છે. એમ કરતાં ઘરડો થાય ત્યારે ગળીયા બળદ જેવો બને છે. હાથ-પગ ધ્રૂજે. ન ચાલી શકે, ન ખાઈ શકે, ન જોઈ શકે, ન સાંભળી શકે. દાંત પડી ગયા હોય, મોઢામાંથી લાળ ટપકે, આંખ અને નાકમાંથી પાણી ચૂએ. બાજુ પડ્યો પડ્યો ડાહ્યો હોય તો સહન કરે, મૂરખ હોય તો જેમતેમ લાવ્યા કરે. મરણ આવે ત્યારે નાડીઓ તૂટે, નસો ખેંચાય, શ્વાસ રૂંધાય, ડૉકટરો હાથ ખંખેરે, અસહાયપણે અંતે મરણને શરણ થાય. યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થાનાં દુઃખ :
મનુષ્યપણાનાં આ દુઃખો નજરે દેખાવા છતાં જીવનો મોહનો અંધાપો એવો પ્રબળ છે કે, આ વાસ્તવિકતા તેમના ધ્યાનમાં આવતી જ નથી. ઘણા જુવાનીયાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org