SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 1899 - ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજે ! - ૧૨૮ –– ૧૮૫ રોજ સેવવા યોગ્ય. તેમાં વિધિ એ કે માબાપ અનુમતિ આપે તો લેવી, ન આપે તો વિના અનુમતિએ પણ દીક્ષા લેવાય. આ વાત ૧૬ વર્ષથી ઉપરની વય માટે છે. સોળ વર્ષની વય સુધી તો સમજાવવાનો પ્રયત્ન કરાય. ત્યાં અપવાદ સેવવો પડે એ ક્વચિતું કેમ કે એમાં આપત્તિ મોટી અને ધર્મને હાનિ ઘણી. શાસ્ત્રકારે બધી મર્યાદા બાંધી છે. ચોથ, પાંચમે, છ - દરેક ગુણઠાણે આજ્ઞા જુદી જુદી આપી. તમને વનસ્પતિને ન અડવાની આજ્ઞા કરે તો તમે એ સ્વીકારો ? પછી શ્રાવક તરીકે રહો કે સાધુ બની જાઓ ? અર્થનો અનર્થ ન કરો ? (અત્રે એક ભાઈએ જામનગરની વાત છેડી કે ત્યાં વ્યાખ્યાનમાં જનારને ન્યાત બહાર મૂકવાનો પ્રયત્ન થાય છે, એવા વખતે ધમની દશા કફોડી થાય છે.) આપતું કાળમાં ધર્મીની કનડગત થતી હોય ત્યારે બીજા ધર્મીઓ એની ખબર ન લે તો એ ભૂલ કહેવાય. આજે અર્થનો અનર્થ બહુ થાય છે. પૂરું સમજ્યા વિનાની મૂંઝવણ ઘણી છે. પોતે અમુક કામને પાપ માને છે છતાં એના વિના ચાલતું નથી, સામો પણ પાપ માને છતાં એને પણ ચાલતું નથી, તો બે ભેગા મળી લાભ કેમ ન લે ? બ્રહ્મચર્ય પાળવું એ ઉત્તમ પણ પોતાનાં સંતાન બ્રહ્મચર્ય ન પાળે તો ભટકવા ન દેવાય, ઉન્માર્ગે ન જવા દેવાય. એટલા માટે માબાપ સમાન કુળ, શીલ અને વયવાળા સાથે એનો સંબંધ યોજે. આ વાત બરાબર સમજો. જોડવા પડે અર્થાત્ સંબંધ યોજવો પડે તો આવા સાથે યોજાય. શ્રાવકને પૈસા વિના ચાલતું નથી, ત્યાગી થવાય તો સારી વાત પણ થવાતું નથી, સંસારમાં રહ્યો માટે પૈસો જોઈએ. માટે શાસ્ત્ર કહ્યું કે પૈસો નીતિથી મેળવવો. આમાં શાસ્ત્રકારનો ઉપદેશ પૈસા મેળવવાનો નથી પણ નીતિના પાલનનો છે. એ જ રીતે વ્રત પાળી શકો તો સીધા અહીં જ આવો, ત્યાગી બનો, પણ ન પાળી કો, તમારા સંતાન વ્રત ન લઈ શકતા હોય તો સમાન કુળ, શીલ, વયવાળા સાથે જોડો કે જેથી ધર્મ કલંકિત ન થાય. જ્યાં વિચારભિન્નતા ત્યાં રોજ મારામારી મ કે દિશા જુદી છે. માધર્મિક પણ વેપારને પાપ માને છે ? શાસ્ત્ર કહે છે કે શક્તિ ગોપવવી નહિ, તેમ જ શક્તિનો અતિરેક કરવો હિ. તમારી ઉદારતા હોય તો સાધર્મીને લાખો આપો પણ એ ન હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy