SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 180 જીવના ઘાતક, રૌદ્ર પરિણામી થઈ નરકે જાય. લોઢાના ચણા માની સંયમને હાથ જોડનારે નરકે લઈ જનાર આરંભ પરિગ્રહને હાથ જોડ્યા ? આજે શ્રદ્ધાળુની હાલત લગભગ અશ્રદ્ધાળુ જેવી થઈ પડી છે. જેને વૈરાગ્ય થાય તે સંસારી નથી : સંયમનાં પરિણામ થાય ત્યાં શ્રાવકથી આ ન બોલાય. હા, સંયમમાં સ્થિર કરવા માટે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ સમજાવાય પણ સંયમના પરિણામમાં અગ્નિ મૂકવા માટે એવું બોલવાનું નથી. આજે તો સંયમ લેવા તૈયાર થયેલાને સલાહ આપવા જાય કે સંયમ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે, તારા જેવાનું એ કામ નથી, માટે સમજી જા. હવે તો જૈનો તરફથી દયાના યોગે કેટલાકો તરફથી રાજાઓને કાયદો કરવાની વિનંતિ થાય છે કે સગીરને દીક્ષા આપનારનો દંડ કરો. સભા: એ લોકો સમજતા નથી. - વ્યવહાર પણ કહે છે કે ન સમજતા હો તો ન બોલો. કાપડિયાને ગાંધીની દુકાને જઈને એના વિષયમાં બોલવાનો હક નથી. સંસારીઓ સંયમી થવા જનારની પંચાતમાં શું કામ પડે ? જેને વૈરાગ્ય થાય તે સંસારી નથી. ધર્મા પક્ષે હવે વ્યવસ્થિત બનવાની જરૂર છે. હવે ઘર સંભાળી બેસી રહ્યું કે માત્ર નવકારવાળી ફેરવ્યું નહિ ચાલે. શાસ્ત્ર કહે છે કે શક્તિસંપન્ન આત્મા નવકારવાળી ગણવા બેસી જાય, હાથ જોડે અને શાસન પર આફત આવવા દે તો એ ગુનો છે. સડો પેસે કે તરત કાપવો જોઈએ ? એક શેઠને ત્યાં ચોર આવ્યા. શેઠાણીએ શેઠને કહ્યું કે ભીંત કોચાતી લાગે છે, શેઠ કહે જાણું છું. ફરી કહ્યું કે આ તો બાકોરું પાડી અંદર પેઠા, શેઠ કહે જાણું છું. પાછું કહ્યું કે તિજોરી ખોલી માલ લઈને ચાલવા માંડ્યા, તોયે શેઠે કહ્યું કે જાણે છે. ત્યારે શેઠાણીએ કહ્યું કે “ધૂળ પડી તમારા જાણવામાં.” મને પહેલેથી તમારી આવી ખબર હોત કે, તમે આટલા ડરપોક છો તો હું જ બૂમાબૂમ કરત. તોયે ચોર નાસી જાત અને માલ બચી જાત. મને તો લાગ્યું કે તમે કાંઈક ઉકાળશો. અત્યારે પણ હાલત આવી જ છે માટે ધર્મા પક્ષે વ્યવસ્થિત બનવું જોઈએ. સામા પક્ષનો એ પ્રયત્ન છે કે જનતાના હૃદયમાં ધર્મની વાતો પ્રવેશતી અટકે અને પ્રવેશેલી હોય તે નીકળી જાય. આપણે એ વસ્તુ લોકોના હૈયામાં જચાવવા અને સ્થિર કરવા પ્રયાસ કરવો જોઈએ. પેઢીમાં કે ઘેર બેઠે એ નહીં થાય. એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy