SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -- - 1998 ત્યારે આ લેખક ત્યાં ભગવાનના મોઢે મોટું ભાષણ કરાવે છે. ચંદનબાળાના પ્રસંગમાં આ લેખક લખે છે કે ભગવાને સ્ત્રીસ્વાતંત્ર્યનું શિક્ષણ આપ્યું. સભા: આવી વાતો એ લેખક ક્યાંથી લઈ આવ્યા ? પોતાના ઘરની. ભગવાન જેવું ઉત્તમ પાત્ર અને ચંદનબાળા જેવી મહાસતી, આ બે પાત્રની આસપાસ ઘરની વાતો ગોઠવી ફાવે તેવું નાટક રચી રહ્યા છે. નાટક રચનારા પણ પ્રામાણિક હોય છે. જેનો સ્વાંગ ધારણ કર્યો તેનો વેષ બરાબર ભજવે. લેખક એવા હોય કે જે પાત્રનો ચિતાર આપે તેમાં તન્મય બનાવે. આ તો જેવા પોતે તેવા પાત્રને બનાવે છે. નાટકનું પણ આ ધોરણ નથી. જેનો પાઠ તેવું જ પાત્ર ભજવનારે બનવું, એ કાયદો. આ પાઠ ભજવનારા તો એવી હલકી વૃત્તિના છે કે પોતાના નબળાઈઓનો આરોપ ઉત્તમ પાત્રમાં કરે છે. વિદૂષકનો પાઠ ભજવનારો પણ રાજાનો પાઠ ભજવે ત્યારે એ પાઠનું એવું ગૌરવ સાચવે કે જોનારને સાચો રાજા જ જણાય. મહાવીરના સંયમી જીવન માટે પણ એ લેખક પોતાની પ્રતિકલ્પનાથી લખે છે કે મહાવીર જ્યારે ચાલતા ત્યારે ધરતી ધ્રૂજતી. લેખકને ભગવાનનું બળ બતાવવું છે પણ સંયમીનું બળ કેવું હોય ? ભગવાન જેવા મહા ઊંચી કોટિના યોગી ચાલે ત્યારે ધરણી ધ્રૂજે કે ધરણી પ્રસન્ન થાય ? ઇર્યાસમિતિનું ઉત્તમ પ્રકારે પાલન કરનારા ભગવાન ધીમે પગલે ચાલે કે ધબાધબ કરે એ લેખકને જ્યારે પૂછ્યું કે આવું વર્ણન કેમ ? ત્યારે કહે કે તમારી અમારી દૃષ્ટિ જુદી, માટે આપણો મેળ નહિ મળે. એ ભગવાનની આશાતના છે? ભગવાન કાંઈ રમકડું છે કે તમારી અમારી મરજી મુજબ એમને રમાડાય ? શાસ્ત્ર કહે છે કે ભગવાનને સેવવા હોય તો લાયક થઈને આવો. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને જો ભગવાન માનો તો એને પૂજાય પણ રમાડાય નહિ. નાના બચ્ચાને રોવે તેમ ન પકડાય, બહુ સાચવીને લેવાય. તરતના જન્મેલા બાળકને હાથ પકડીને ઉપાડવા જાઓ તો હાથ ઊતરી જાય, બાળક પડી જાય. એને તો કપડામાં વીંટાળીને લેવાય. કારણ કે, સ્પર્શની પણ એનામાં સહનશક્તિ નથી. ત્યાં તો પ્રેમ છે, માટે બરાબર સાચવો છો. ભગવાનની મૂર્તિ પાસે કયે દિવસે સાક્ષાત્ ભગવાન છે એવો ભાવ દેખાડ્યો ? ભગવાનના અંગલુહણા કેવા અને તમારો રૂમાલ કેવો ? ભગવાનની મૂર્તિને ફાવે તેમ ઉપાડાય ? સિદ્ધચક્રજીની થપ્પી થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy