SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - ૧૦૭ એવો પછડાય કે બધાં હાડકાં ભાંગે. કર્મસત્તાનાં ગણિત બહુ ઊંડાં છે, જે એને સમજે તે જ બચે. બાકી બધા મટે. માટે કહું છું કે, ગુણવાન દેખાવા કરતાં ગુણવાન બનવાની મહેનત કરો. જેવા હો તેવા દેખાવાનું નક્કી કરો ઉત્તમ એવા જૈનશાસન સમજનારને ગુણવાન બનાવવાનો દંભ કેમ ગમે ? ગુણહીન છતાં ગુણવાન કહેવરાવવાનું મન થાય ત્યારે આત્માને કહેવું કે તું ચોટ્ટો છે. છબસ્થો પાસે પોલ ભલે ચાલે પણ જ્ઞાની પાસે પોલ ચલાવવા જઈશ તો શાસ્ત્ર કહે છે કે “મુખ ! મરી જઈશ. કોઈ એવી જગ્યાએ ફેંકાઈ જઈશ કે પત્તો પણ નહિ લાગે.' જૈનશાસનમાં એક એક કર્મના સ્વરૂપનું બારીક વર્ણન કર્યું છે. નાના અશુભ કર્મનો બંધ પણ કેટલો મોટો પડી શકે છે તેનું ઝીણામાં ઝીણું ધ્યાન આપ્યું છે. ઘોર તપસ્વીને પણ કેવા પપ્પા પડી શકે છે, એ એમાં જણાવ્યું છે. એવું શાસન પામ્યા છતાં ગુણહીન ગુણી મનાવવાનો દાવો કરે તો એનો અર્થ એ કે એ જૈનશાસન પામ્યો જ નથી. જેવા હો તેવા દેખાવાનું નક્કી કરો. આપણે ખરાબ હોઈએ ને કોઈ ખરાબ કહે તો એટલેથી જ પત્યું, પરંતુ ખરાબ છતાં સારા દેખાવાનો દંભ અહીં ભલે નભે પણ કર્મ નહિ છોડે. તારકની સામે તરંગ કે મનકલ્પના ન હોય ? જે સ્થાને રહ્યા છો તે સ્થાનની ફરજ બજાવો. આ દેવ, ગુરુ અને આગમને તારક માન્યા પછી એની સામે તરંગ કે મન કલ્પના ન હોય. શાસ્ત્ર કહે તે ગુણ ખરો માનવો અને વર્તાવ તેવો ન કરવો એનું કારણ? નંદીષેણ સાચા વૈયાવચ્ચી હતા. એ ગુણથી તો દેવલોકમાં ઈન્દ્રને પણ એમની પ્રશંસા કરવી પડી. પણ એ તો એમ જ માનતા હતા કે મારામાં વૈયાવચ્ચની જોઈએ તેવી તાકાત નથી. વૈયાવચ્ચ ગુણ જેવો પ્રગટ થવો જોઈએ તેવો થયો નથી. વૈયાવચ્ચ કરનારને આળસ ન પાલવે. જેને જે જે ગુણના અધિકારી થવું હોય તેણે આજુબાજુની બધી સામગ્રી મેળવવી જોઈએ. શ્રી ગૌતમ મહારાજ વિનીત હતા, ચાર જ્ઞાનના ધણી અને પોતે જ દ્વાદશાંગીના રચનાર હતા, છતાં પ્રભુને પૂછ્યા વિના એક કદમ પણ નહોતા ભરતા. એમણે કદી એમ ન વિચાર્યું કે દ્વાદશાંગી તો મેં રચી છે પછી મારે પૂછવાની જરૂર શી ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગણધરદેવોએ સૂત્રમાં ગૂંથી અને પાળી. “ભગવાને કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy