SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 11 – ૪ – આગમનો અરીસો - ૧૨૦ – ૫૩ લાગે. ચીનમાં માર્ગ જોવાની શક્તિ નથી પણ દેખતાની સલાહ સાંભળવા માટે કાન છે. વિવેકહીનમાં શિખામણ સાંભળવાની તાકાત નથી. ચક્ષુહીનને દોર્યા હોય તેમ દોરાય. વિવેકહીન તો હઠીલા, દોર્યા દોરાય જ નહિ. બાહ્યચક્ષુ કરતા આંતરચક્ષુની બહુ જરૂર છે. આંતરચક્ષુવાળાની સંખ્યા ઘણી જ અલ્પ છે. પેલી સંખ્યા મોટી હોવાના કારણે આંતરચક્ષુવાળાને દુનિયામાં રહેવું પણ મુશીબત થઈ પડ્યું છે. વિવેકહીન પાસે રહેલા વિવેકીને અપમાન જ સહેવાં પડે છે. વિવેકહીન પર ઉપકાર કરવો એ પણ કઠિન છે. દુનિયાના પ્રાણીઓ અંધ છે અને અંધકારમાં રહેલા છે. એને ત્યાંથી ખસેડી અંધાપો દૂર કરી ઉપર લઈ જવા છે. દ્રવ્યઅંધાપો અને ભાવઅંધાપો : સૂર્ય અને મણિ વગેરેના પ્રકાશનો અભાવ તે દ્રવ્યઅંધકાર. મિથ્યાત્વ આદીનો અંધાપો તે ભાવઅંધકાર. દ્રવ્યઅંધાપો ચક્ષુનો, ભાવઅંધાપો વિવેકના અભાવનો. બેમાં ભયંકર ભાવઅંધાપો છે. દ્રવ્યઅંધકારમાં રહેલા તો બહુ થોડા આત્માઓ છે. ભાવઅંધકારમાં રહેલાની કોઈ સીમા નથી. છતી આંખે અંધકારમાં રહેલાઓનો જ જુલમ ઘણો છે. કારણ કે તેઓ એમની આંખોનો ઉપયોગ, જે અંધકાર વધારવામાં કરે છે. આંખનું જોર જેમ વધારે અને મિથ્યાત્વનું જોર જેમ વધારે તેમ ભયંકરતા વધતી જાય છે. પોતાની દેખવાની શક્તિનો ઉપયોગ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદને વધારવામાં કરે છે, એ આત્માઓ કેવળ કરુણાપાત્ર છે. તેમના પ્રત્યે ગુસ્સો કે તિરસ્કાર ન થાય. એ કોમળતા જેમ કરુણા છે તેમ એ કઠોરતા પણ કરુણા જ છેઃ વિવેકહીન પર કરુણા જ હોય. પણ કરુણાના પ્રકાર ઘણા છે. હાથ ફેરવવો એ પણ કરુણા અને ધોલ મારવી, તાકાત અજમાવવી, કોટડીમાં પૂરવો એ પણ કરુણા જ છે. આજે કરુણા શબ્દનો અર્થ જનતા સમજી શકતી નથી. કઈ વસ્તુ પ્રત્યે અંતર કેવું જોઈએ એ સમજવાનું છે. કરુણા કરનારના હયાં અવસરે કઠોર પણ હોવાં જોઈએ. માત્ર કોમળ હૈયાવાળો સાચી કરુણા કરી શકતો નથી. મરવા પડેલાને કોમળ હૈયાવાળો નવકાર સંભળાવી શકતો નથી. શ્રી જિનેશ્વરદેવોનું અંતર જેટલું દયાળુ હોય તેટલું જ કઠોર હોય. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy