________________
૪ઃ આગમનો અરીસોઃ
અંધ અને અંધકારમાં રહેલા :
સૂત્રકાર મહર્ષિશ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ જગતના પ્રાણીઓ એક તો અંધ છે અને પાછા અંધકારમાં રહેલા છે. અંધાપો બે પ્રકારનો છે. એક તો બાહ્ય ચક્ષુનો ને બીજો આંતરચક્ષુનો. અંધકાર પણ બે પ્રકારનો છે. નરકમાં રહેલા પ્રાણીઓ જે અંધકારમાં રહ્યા છે તે દ્રવ્ય અંધકાર અને મિથ્યાત્વમાં રહેલા પ્રાણીઓ જે અંધકારમાં રહેલા છે, તે ભાવઅંધકાર. ચક્ષુઇંદ્રિય રહિત હોય તે પણ અંધ અને ચક્ષુઇંદ્રિય સહિત છતાં વિવેકચક્ષુથી રહિત હોય તે પણ અંધ. આમ મિથ્યાત્વવાસિત પ્રાણી માત્ર અંધ છે. જેને ચહ્યું નથી તે બન્ને રીતે અંધ છે અને ચક્ષુવાળા દેખતા છતાં વિવેકના અભાવે અંધ છે. નરકમાં દેખીતો અંધકાર છે જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં રહેલા દેખીતા પ્રકાશમાં બાહ્ય પ્રકાશ હોવા છતાં ભાવ અંધકારમાં રહેલા છે. આમ દુનિયાનો મોટો ભાગ અંધ છે અને અંધકારમાં રહેલો છે. સ્થાન પણ અંધારાનું અને પોતે પણ અંધ. આવા જીવોને દેખી જ્ઞાનીઓને કરુણા સિવાય બીજું શું આવે? ચક્ષુહીન અને વિવેકહીનનો તફાવત :
જગતના જીવોની હાલત એવી છે કે, જ્ઞાની પુરુષોને કરુણા જ આવે. ચક્ષુઇંદ્રિય રહિત અંધ કહેવાય એ સમજાવું મુશ્કેલ નથી પણ છતી ચક્ષુએ વિવેકના અભાવે આંધળા છીએ એ સમજાવું બહુ કઠિન છે. આંખ ફૂટી જાય, આંખ પર છારી વળી જાય તો હું આંધળો થયો, એમ ઝટ કબૂલ કરે પણ વિવેકના અભાવે હું આંધળો છું, એમ કહેનારા આંગળીના વેઢે ગણાય એટલા જ છે. જાતિ અંધમાં અને વિવેક અંધમાં બહુ ભેદ છે. જાતિઅંધ તો, જે હોય તે નથી દેખતો, જ્યારે વિવેકઅંધ, જે હોય તેને ઊલટું દેખે છે, જે વસ્તુ જેવી છે તેવી નથી દેખતો અને નથી તેવી દેખે છે. વિવેક એવી વસ્તુ છે કે જે વસ્તુ જેવી હોય તેને તેવી બતાવે છે. વિવેકનો અભાવ સ્વને પર અને પરને સ્વ તરીકે ઓળખાવે છે. ચક્ષુ વિનાનાને તો દોરીને ઠેકાણે લવાય, વિવેકહીને માટે તેમ બની શકતું નથી. ચક્ષુહીનને ઠપકો પણ મીઠો લાગે, વિવેકહીનને મીઠો ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org