SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 1799 - ૬ - દાંતના દુરુપયોગથી બચો! - ૧૨૨ - ૯૧ અહીં સંખ્યાનું મહત્ત્વ નથી : પાંચમા આરાને અંતે શાસનનો નાશ કેમ ? એક પણ માનનાર નહિ રહે માટે ને ? પછીના બધાને જૈને કેમ ન કહ્યા? શાસન હૈયામાં નહિ માટે જ ને ? એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા પણ આજ્ઞામાં હોય તે સંઘ એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને કહેવું પડ્યું. અહીં સંખ્યાનું મહત્ત્વ નથી વસ્તુની ગુણવત્તાનું મહત્ત્વ છે. આજના લોકો કહે છે કે, “વસ્તુ કોણ જોવા બેઠું છે, અમારે તો ખોખું સારું હોય તો ચાલે.' આવા બુદ્ધિશાળીઓનાં શા વખાણ કરવાં ? એકાવન ટકાથી ઓછા માર્કથી પાસ થયેલા વિદ્યાર્થીઓના ક્લાસને શિક્ષક પણ પસંદ નથી કરતો. એ કહે છે કે, “ભણે નહિ એ અને આબરૂ જાય અમારી એવો ધંધો કોણ કરે ?” જેન થવાનો અધિકાર કોને ? આજના લોકો કહે છે કે, “મહાવીરના માર્ગ પર પગ ભલે મૂકે પણ મહાવીરનું નામ લે, તો એવા વધતા હોય તો શો વાંધો ?' હું કહું છું કે એવાને વધારવાથી તો પગ પર કુહાડો મારવા જેવું થાય. પાપને પાપ ન માને એ જેને નથી. પૃથ્વી, પાણી, તેલ, વાઉ ને વનસ્પતિમાં જીવ ન માને તે જેન નથી. હિંસા, મૃષા, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં પાપ ન માનનારને જેન થવાનો અધિકાર નથી. આરંભ સમારંભમાં દોષ નથી એમ માનનારને જૈન ગણાય નહિ, એવું જાહેર કરવામાં કાંઈ વાંધો ખરો? દુનિયા પણ સમજે કે આવાને જે ન કહેવાય, માટે તેનાથી ઠગાય નહિ. પશ્ચિમના લોકોની ધર્મ જાણવાની જિજ્ઞાસા વધી છે પણ એ જિજ્ઞાસા પર અગ્નિ મૂકનારા આપણા જ લોકો છે. એમના હૃદયમાં તો એવી છાપ પડી છે કે આવા જ્ઞાનીએ કહેલું વાજબી જ હશે. એ તો ત્યાં સુધી તૈયાર છે કે જેવા લખનાર છે તેવા સમજાવનાર મળી જાય તો તેમના શિષ્ય થઈ જઈએ. પણ આપણા ગણાતાઓ ત્યાં જઈને “આ બધું હંબગ છે' એમ તેમને કહે છે એટલે તેમને થયેલી જિજ્ઞાસા નષ્ટ થઈ જાય છે. આજના સુધારકો કહે છે કે જૈનચાર્યોએ કથા વાર્તાઓ લખવામાં તો કમાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy