SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ છin - - ૧૩ : હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ –– ૨૦૯ વાંધો હોય ? દુનિયાની બધી ગાદી જેના પગ નીચે ચંપાય એવી ઉન્નત દશાએ પુત્રને જોવામાં કાંઈ વાંધો છે ? દુનિયામાં પણ વ્યવહાર એવો છે કે પિતા પોતાના પુત્રને પોતાનાથી સવાયો જોવાને ઇચ્છે. પિતા પુત્રથી પરાજય ઇચ્છે. બાલ્યવય દીક્ષા માટે બહુ યોગ્ય છે : જે સંસ્કારો શ્રાવકકુળમાં ઘટે તે તો જોઈએ. પ્રભુમાર્ગમાં વિઘ્ન ન નખાય. કુમળો છોડ જેમ વાળો તેમ વળે. સંતાન ઊંધા માર્ગે જાય તો હાલત કફોડી થશે. સીધા માર્ગે જાય તો શાસનને દીપાવે. કોરા ઘડા વાસિત થાય. રીઢા ઘડામાં પાણી ઠંડું ન થાય, કોરામાં ઠંડુંગાર થાય. બાલ્યવયમાં વિષયના અંકુર ફૂટવાની જગ્યા નથી. બળી ગયેલી જમીનમાં બીજ ઊગતા નથી. બાલ્યવયમાં સંયમી થનારની હૃદયભૂમિ બળી જાય છે કે જ્યાં વિષયના અંકુર ઊગતાં નથી, અર્થાતુ. વિષયભૂમિ બળી જાય છે. ઋષભદેવ ભગવાનથી માંડીને આજ સુધી મોટી ઉમરના દીક્ષિતોમાં પતિત ઘણા થયા, પણ બાલ્યવયના દલિતોમાં પતિત ઘણા થોડા. તીવ્ર પાપોદય હોય તો જ એ પડે. મહાલીને આવ્યો હોય એની ચોકી કરવી પડે. બ્રહ્મચર્યની નવે વાડોનું બંધન એના માટે મજબૂત, બાળક માટે એટલું સખત બંધન નથી. પૂર્વના ભોગનું સ્મરણ એ બ્રહ્મચર્યમાં બાધક છે. નાનાને એ નિમિત્ત નથી, કારણ કે એણે ભોગ ભોગવ્યા જ નથી. વિષયની એને ખબર જ નથી. નાના તો એવા બ્રહ્મચારી બન્યા છે કે રૂપરંગ જોવા એની દૃષ્ટિ ઊંચી ન થાય, મન પણ ન થાય. જોઈને આવેલાની આંખ ઝટ જાય. બાલ્યવય દીક્ષા માટે બહુ યોગ્ય છે. પ્રભાવકો મોટા ભાગે બાલ્યવયના દલિતો થયા છે. અન્ય દર્શનમાં તો આચાર્ય બાલબ્રહ્મચારી હોય. સામાન્ય દૃષ્ટિએ બાળક અજ્ઞાન પણ એને વૈરાગ્ય થાય તો એ મહાજ્ઞાની. શાસનના મહાનું કાર્યો બહુલતયા બાલદીક્ષિત પ્રભાવકોએ કર્યો છે. એમને સંયમમાં સુખ રહેવાનો સંભવ એટલો બીજાને નહિ. બાલદીક્ષિતો પર મદાર બંધાય ? પડેલા તમારા સંસ્કાર ભૂસાતા નથી. છ મહિનાથી મથું છું પણ ફાવતો નથી. ઘરબાર, કુટુંબ પરિવાર, પૈસાટકાને મારા માનીને બેઠા છો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy