SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ દ સેવા કરવાની પણ કોની ? ૧૨૫ માટે શું કહેવું ? માટે કોઈ ધર્મ ન પામે, પામીને ફેંકી દે તેમાં આશ્ચર્ય ન પામો. એ વાતને લાંબીચોડી ન બનાવો. આજે તો એ જ ધમાલ ચાલુ છે. 1849 આથી જ ધર્મની સામે આ કાળમાં પ્રતિબંધ ન મુકાય તેટલા ઓછા અધર્મની સામે દરેક કાળમાં પ્રતિબંધ ઓછા મુકાય છે. આજે તો ધર્મની સામે મોટી દીવાલ ઊભી થઈ રહી છે, જેને લઈને ધર્મ પામવાની યોગ્યતાવાળા પણ ધર્મ ન પામે, એ સ્થિતિ ઊભી થઈ છે. ૧૪૧ સંસારને કોઈએ સુરતરુ ન કહ્યો : દરેક શ્રી જિનેશ્વરદેવોની અને મહાપુરુષોની દેશનાની શરુઆતમાં એક જ વાત આવે કે 'સંસારે વસ્તુ માલુવમ્ ।' સંસારને જ્ઞાનીઓએ સાગરની, અટવીની, અગ્નિની, દાવાનળની, અંધારા કૂવાની, એમ જાતજાતની ઉપમા આપી છે. કોઈએ સંસારને સુરતરુ ન કહ્યો. સંસાર સુરતરુ હોત તો મોક્ષને કોણ ઇચ્છત ? આવી નકામી મહેનત કોણ કરત ? સંસારમાં સુખ નથી અને દુઃખ છે તે જ્ઞાની વારંવાર કહે છે, એ એમની ફરજ છે. જો ધર્મ જીવતો જાગતો રાખવો હોય તો એ ધ્વનિ એકસરખો ચાલુ રાખવો જોઈએ, માત્ર ઉપાશ્રયમાં જ નહિ, ઘરમાં પણ એ જાપ ચાલુ જ જોઈએ. ધર્મ જીવતો રાખી ધર્મનું ફળ મેળવવું હોય તો એકેએક ધર્મીના હૈયામાં ‘સંસારમાં સુખ નથી અને એકાંતે દુઃખ છે’ એ ૨ટણ અખંડ ચાલુ રહેવું જોઈએ. માટે જ જ્ઞાની સંસારમાં મહાદુ:ખ છે એમ વારંવાર કહે છે. સભા : માટે જ વિપ્લવવાદીઓ સંસારમાં સુખ મનાવવા મથી રહ્યા છે. એ ભલે મથે. એમ તો વેપા૨ી બેના બાર કરવા ક્યાં મથતા નથી ? ગ્રાહકને વિશ્વાસ બેસાડવા ખોટાં ભરતિયાં પણ કાઢી બતાવે. પોતાનું સાચું સાબિત કરવા મથનારા સાચું-ખોટું ન જુએ. સંસારનાં દુઃખ તથા આપત્તિઓ તો એ પણ વેઠે છે પણ એને ગૌણ બનાવી, નહિ જેવા સુખને એ લોકો પ્રધાનપદ આપે છે અને પોતાના અજ્ઞાનને મજબૂત કરે છે. એનો હેતુ હૃદયની ઇચ્છા પૂરવાની ભાવના પ્રબળ છે, એ છે. સેવા તો અહીંનાની જ કરો : શાસ્ત્રકારો પહેલી વાત ‘સંસારમાં બહુ દુઃખ છે' એ સમજાવે છે, સમ્યક્ત્વ, દેવતિ, સર્વવિરતિ આદિ ધર્મ આપવાની વાત પછી. જ્યાં સુધી સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy